‘કપોળ કમ્યુનિટી‘
સહકાર • સમૃદ્ધિ • સમર્પણ
“કપોળ માટે, કપોળ સાથે, કપોળ વડે”
( initiated by the Kapol Youth Corn-2023 )
સમસ્ત કપોળ જ્ઞાતિજનોને એક જ પ્લેટફોર્મ પર ભેગા કરવાનો અમારો એક નમ્ર અને નિઃસ્વાર્થ નવીન પહેલ એટલે ‘કપોળ કમ્યુનિટી‘
“કપોળ માટે, કપોળ સાથે, કપોળ વડે“ ના ઉમદા મંત્ર સાથે ‘કપોળ કમ્યુનિટી‘ ડિજિટલ ન્યૂઝ પોર્ટલ પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના ખૂણે-ખૂણે વસતા જ્ઞાતિજનોને એક જ મંચ પર એકત્રિત કરવાનો છે.
આ પ્લેટફોર્મ, આ એક નિઃસ્વાર્થ પ્રયાસ છે જે સમાજને એકબીજાની જરૂરિયાતો અને સિદ્ધિઓથી માહિતગાર રાખતી કડી સમાન બનશે. વ્યક્તિગત રીતે આપણે માત્ર એક ‘કણ’ સમાન હોઈએ છીએ, પરંતુ સંગઠિત થઈને એક અડગ અને મજબૂત ‘ખડક’ બની શકીએ છીએ તે ભાવના સાથે આ અભિયાન શરૂ કરાયું છે.
કપોળ જ્ઞાતિનો ભવ્ય ઈતિહાસ અને અખંડ એકતા એ જ સમાજની સાચી ઓળખ છે. હવે અંતર દૂર કરવાનો સમય આવી ગયો હોવાનું જણાવતા આયોજકોએ ઉમેર્યું હતું કે, “બહુ થયું છૂટાછવાયા રહેવું — આવો, સાથે મળી એકતા અને પ્રગતિનો નવો દોર શરૂ કરીએ.”
આજના ડિજિટલ યુગમાં જ્યારે સમગ્ર દુનિયા મોબાઈલ ગેઝેટમાં સમાઈ ગઈ છે, ત્યારે ‘કપોળ કમ્યુનિટી’ આ ટેકનોલોજીનો મહત્તમ લાભ લઈ રહી છે. વિશ્વના કોઈપણ ખૂણે વસતો કપોળ પરિવાર હવે સમાજની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર રહી શકશે. આ પ્લેટફોર્મ દ્વારા હવે કપોળ કમ્યુનિટી દરેક જ્ઞાતિજનના મોબાઈલમાં ઉપલબ્ધ બનશે, જે આંગળીના ટેરવે સમગ્ર જ્ઞાતિને જોડી રાખશે.
મોબાઈલ દ્વારા આપણે કેવી રીતે જોડાઈશું?
- ગ્લોબલ કનેક્ટિવિટી: અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા, મુંબઈ હોય કે મહુવા – દરેક કપોળ જ્ઞાતિજન એક જ પ્લેટફોર્મ પર.
પ્રવૃત્તિઓની જાણકારી: સમાજમાં થતા ઉત્સવો, મેડિકલ કેમ્પ, શૈક્ષણિક કાર્યક્રમો અને કપોળ નારી સશક્તિકરણ : ગૃહ અને લઘુ ઉદ્યોગ ચલાવતી બહેનોને સાચું પ્લેટફોર્મ અને બિઝનેસ સપોર્ટ ઇકોસિસ્ટમ માં મદદ શિક્ષણ, નવી બિઝનેસ તકો અને સરકારી યોજનાઓની સચોટ માહિતી દરેક કપોળ પરિવાર સુધી પહોંચાડવી
- સેવાઓનું આદાન–પ્રદાન: જો તમારે કોઈ નિષ્ણાતની સલાહ જોઈએ છે અથવા તમે પોતે કોઈ સેવા આપવા માંગો છો, તો બસ એક મેસેજથી કામ થઈ જશે. મેડિકલ ઈમરજન્સી કે સામાજિક જરૂરિયાતના સમયે યોગ્ય વ્યક્તિની કડી મેળવી સહકાર આપવો
- વર્ચ્યુઅલ વર્કશોપ: ઘરે બેઠા મોબાઈલ દ્વારા વિવિધ વિષયો શીખવા માટે ઓનલાઈન વર્કશોપનું આયોજન.
કપોળ મેટ્રિમોનિયલ: યોગ્ય જીવનસાથીની પસંદગી · વિશ્વભરમાં વસતા લાયક કપોળ યુવક-યુવતીઓના બાયોડેટા સુરક્ષિત રીતે માહિતીનું આદાન-પ્રદાન
લેખકો અને સર્જનાત્મક મિત્રો માટે ખાસ આમંત્રણ
અમે એવા તમામ ક્રિએટિવ લોકોને આવકારીએ છીએ જેઓ સમાજ માટે લખવા માંગે છે અથવા વર્કશોપ દ્વારા પોતાનું જ્ઞાન વહેંચવા માંગે છે.
“ચાલો, ટેકનોલોજીના માધ્યમથી અંતરને ભૂંસીએ અને કપોળની એકતાને વધુ મજબૂત બનાવીએ.”
“જો તમે કોઈ પણ ક્ષેત્રમાં Specialist હોવ અથવા પોતાનો વ્યવસાય કરતા હોવ, તો કપોળ કમ્યુનિટીમાં તમારી વિગતો નોંધાવો. તમારી એક નાની પહેલ અનેક માટે પ્રેરણા બની શકે છે.”
કેવી રીતે જોડાઈ શકાય?
નીચે મુજબની વિગતો ભરીને અમારી સાથે જોડાઓ:
+91 80994 09004
Email :
તમારું પૂરું નામ:
વ્યવસાય અથવા પેઢીનું નામ:
તમારો હોદ્દો: (દા.ત. માલિક, સીઈઓ, ફાઉન્ડર, કન્સલ્ટન્ટ)
મોબાઈલ નંબર (WhatsApp):
ઈમેલ એડ્રેસ:
શહેર/ગામનું નામ:
ઓફિસ/વ્યવસાયનું પૂરું સરનામું:
તમારો અનુભવ (વર્ષમાં):
તમે કઈ કઈ સેવાઓ આપો છો?
તમારી ખાસિયત (Specialty):
શા માટે લોકોએ તમારી પાસે આવવું જોઈએ?)