Home EventsOtherHoli Festival Borivali 2026: હોરી ખેલે રઘુવીરા અવધ મેં, હોરી ખેલે રઘુવીરા…
Phool Faag Mahotsav 2026 Borivali Grand Holi Rasiya Festival Season 2

Holi Festival Borivali 2026: હોરી ખેલે રઘુવીરા અવધ મેં, હોરી ખેલે રઘુવીરા…

by Akash Rajbhar

વૈષ્ણવ સંસ્કૃતિ અને હિન્દુ એકતાના સમાન બોરીવલી: વર્ષ ૨૦૨૬નો ભવ્ય હોળી કે રસિયા ‘ફૂલ ફાગ મહોત્સવ’ (સીઝન-૨) મહોત્સવમાં જોડવા આ સંદેશ વધુમાં વધુ શેર કરો.

“શ્રીજી શરણની અસીમ કૃપા આપ સૌ પર બની રહે!

પ.પૂ. ગોસ્વામી શ્રી ૧૦૮ શ્રી વ્રજપ્રિયજી મુરલીધરજી મહારાજ (શ્રી છોટે બાવાશ્રી) ની મંગલ પ્રેરણાથી ‘ફૂલ ફાગ અને હોળી રસિયા’ મહોત્સવનું દિવ્ય આયોજન.

• તારીખ: ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ (શનિવાર)

સમય: સાંજે ૫:૦૦ થી ૧૦:૦૦ |

સ્થળ: કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ-૩, બોરીવલી (વેસ્ટ )

સર્વે વૈષ્ણવો માટે નિઃશુલ્ક પ્રવેશ તથા મહાપ્રસાદની વ્યવસ્થા છે.

સુરક્ષા અને શિસ્ત જાળવવાના એકમાત્ર હેતુથી પ્રવેશ માત્ર પાસ દ્વારા જ મળશે. ઈચ્છુક વૈષ્ણવોને નમ્ર વિનંતી કે પાસ વિતરણ કેન્દ્ર પર રૂબરૂ જઈને અગાઉથી પાસ મેળવી લેવા.વહેલા તે પહેલા’ ના ધોરણે મર્યાદિત પાસ ઉપલબ્ધ. જરૂર હોય તેટલા જ પાસ લેવા વિનંતી જેથી વધુમાં વધુ વૈષ્ણવો લાભ લઈ શકે.

પાસ વિતરણ કેન્દ્ર:

સમય: ૪. ૦૦ થી ૮. ૦૦ સુધી )

“વ્રજ મુરલી નિકેતન હવેલી” :

એસ.વી. રોડ, સિમ્પોલી સિગ્નલ પાસે, પેન્ટાલૂન પાસે, બોરીવલી (વેસ્ટ )

(સમય: ૧૧. ૦૦ થી ૭. ૦૦ સુધી )

“દૈવી ઈટરનિટી”

ભાટિયા સ્કૂલની સામે, દેવનગર, સાઈબાબા નગર, બોરીવલી (વેસ્ટ )

(સમય: ૧૧. ૦૦ થી ૭. ૦૦ સુધી )

“ડિવાઇન પ્રોપર્ટી કન્સલ્ટન્સી”

શોપ નં. ૬, આનંદ સાગર CHS લિ. આનંદ નગર, એમ. જી. ક્રોસ રોડ એસબીઆઈ બેંક પાછળ, કાંદિવલી (વેસ્ટ )

ગ્રાઉન્ડ વ્યવસ્થા:

સુરક્ષા અને સ્વયંસેવકો: મુંબઈના સમર્પિત વૈષ્ણવ કાર્યકર્તાઓની ટીમ સમગ્ર ગ્રાઉન્ડ પર વ્યવસ્થા જાળવવા માટે હાજર રહેશે.

એન્ટ્રી પાસ: પ્રવેશ માટે પાસ સાથે રાખવો અનિવાર્ય છે. પાસ પર આપનું નામ અને મોબાઈલ નંબર અગાઉથી લખીને જ લાવવા વિનંતી.

બેઠક વ્યવસ્થા: સીટિંગ એરેન્જમેન્ટ ‘First Come, First Served’ (વહેલા તે પહેલા) ના ધોરણે જ રહેશે. પાસ હોવા છતાં, વહેલા પધારનાર ભક્તોને બેઠકમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

એન્ટ્રી સમય મર્યાદા: સુરક્ષા અને શિસ્ત જાળવવા માટે સાંજે ૭:૦૦ વાગ્યા પછી એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી.

સ્વચ્છતા: ગ્રાઉન્ડની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપવા નમ્ર વિનંતી.

Related Posts

Leave a Comment