મુંબઈ મહાનગરપાલિકા (BMC) હવે ‘ઝીરો ટોલરન્સ’ મોડમાં છે. યાદ રાખો, હવે માત્ર દંડ જ નહીં , ‘સામુદાયિક સેવા’ ની સજા પણ થઈ શકે છે! ચેતવણી નહીં, સીધો દંડ
૩ ફેબ્રુઆરી ૨૦૨૬ થી અમલમાં આવેલા નવા નિયમો મુજબ હવે કોઈ ચેતવણી નહીં, સીધો દંડ થશે!
આ ભૂલો ભૂલથી પણ ન કરતા (દંડની યાદી):
જાહેરમાં થૂંકવું: ₹૨૫૦
રસ્તા પર કચરો ફેંકવો: ₹૫૦૦
જાહેરમાં પેશાબ કરવો: ₹૫૦૦
પાલતુ પ્રાણીઓની ગંદકી (Pet Poop): ₹૧,૦૦૦
કચરો બાળવો (Burning Waste): ₹૧૦,૦૦૦
બાંધકામનો કચરો (Debris) ફેંકવો: ₹૨૦,૦૦૦ થી ₹૨૫,૦૦૦
કચરાનું વર્ગીકરણ ન કરવા બદલ (ઘરગથ્થુ): ₹૨૦૦
ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
સુપરવાઇઝરોની દેખરેખ: ૧૧ ફેબ્રુઆરીથી ક્લીન-અપ માર્શલની જગ્યાએ જુનિયર સુપરવાઇઝરો મેદાનમાં છે. તેમની પાસે દંડ વસૂલવાની પૂરી સત્તા છે.
દંડ નહીં તો સેવા: જો દંડ ભરવાના પૈસા નહીં હોય, તો શરમજનક સ્થિતિમાં મુકાવું પડશે – તમારે ‘સામુદાયિક સેવા’ (રસ્તા સફાઈ વગેરે) કરવી પડશે.
CCTV નજર: મુંબઈના ૨૪ વોર્ડમાં આધુનિક ટેકનોલોજી અને કેમેરા દ્વારા ગંદકી કરનારાઓને પકડવામાં આવી રહ્યા છે.
મદદ અને ફરિયાદ માટે:
હેલ્પલાઇન નંબર: 1916
એપ્લિકેશન: MyBMC App
યાદરાખો: ગજવામાં કચરો રાખશો તો ચાલશે, પણ રસ્તા પર ફેંકશો તો દંડાશો! તમારી જાગૃતિ જ મુંબઈને સુંદર બનાવશે.