તમે જ્યારે પણ નાસિક કે લોનાવાલા જવાનું પ્લાન કરો, ત્યારે મોંઘી હોટલો છોડો !“ પ્રાઉડ “સાથે આપણી કપોળ જ્ઞાતિ દ્વારા સંચાલિત સેનેટોરિયમ જ પસંદ કરો !
આપણો કપોળ સમાજ હંમેશા તેના પરોપકાર અને દાનવીરતા માટે જાણીતો રહ્યો છે. વર્ષો પહેલા જ્યારે મુંબઈ જેવા શહેરોમાં ભીડ અને પ્રદૂષણ વધવા લાગ્યું, ત્યારે આપણા દૂરંદેશી શ્રેષ્ઠીઓએ જ્ઞાતિજનોના સ્વાસ્થ્ય માટે મુંબઈની નજીક પંચગની, લોનાવાલા, નાસિક અને દેવલાલી જેવા હવાખાવાના સ્થળોએ સેનેટોરિયમની સ્થાપના કરી હતી.

જૂના સમયમાં સેનેટોરિયમની સ્થાપના પાછળનો ઉમદા હેતુ ‘ માત્ર સારવાર માટે જ નહીં, પણ ‘સ્વાસ્થ્ય સુધારણા'(Convalescence) માટે હતા. જ્ઞાતિના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો નજીવા દરે સારા વાતાવરણમાં રહી શકે. બીમારીમાંથી ઉઠ્યા પછી નબળાઈ દૂર કરવા શુદ્ધ હવા અને શાંતિ મળે,એક જ સ્થળે જ્ઞાતિના અનેક પરિવારો ભેગા થતા, જેનાથી આત્મીયતા વધતી.

આજે મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે, છતાં કુદરતના સાનિધ્યમાં રહીને મળતી માનસિક શાંતિનો કોઈ વિકલ્પ નથી. આજના સ્ટ્રેસફુલ જીવનમાં આ સેનેટોરિયમ હવે ‘વેલનેસ સેન્ટર’ તરીકે ઉભરી રહ્યા છે.

સેનેટોરિયમમાં રહેવાસીઓ માટે આધુનિક અને આરામદાયક વ્યવસ્થા કરવામાં આવી છે. ફર્નિશ્ડરૂમ,એસી,ફ્રિજ,ટીવી,સોફાકમબેડ અને ૨૪ કલાક ગરમ પાણી . લિફ્ટ અને વ્હીલચેર, સુંદર મંદિર, પુષ્ટિમાર્ગીય સામગ્રી માટે ખાસ રૂમ,ગાર્ડન, ઓપન જીમ, ગેમ રૂમ, વોકવે, LAUNDRY,કાર પાર્કિંગ CCTV, ૨૪ કલાક મેનેજર અને વાઇફાઇ જેવી સુવિધાઓ સાથે શુદ્ધ હવા, પૌષ્ટિક આહાર અને સ્વાદિષ્ટ ખાવા પીવાની ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ છે. સૂવા માટેની અત્યંત આરામદાયક સુવિધા,સંપૂર્ણ ચોખ્ખાઈ અને ઘર જેવું વાતાવરણ જાળવવામાં આવે છે.કપોળ શ્રેષ્ઠીઓ દ્વારા બંધાવવામાં આવેલા સેનેટોરિયમ આજે પણ સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે. ચોખ્ખાઈ,સુવિધા અને સેવાનો આ સમન્વય KAPOL COMMUNITY ના સભ્યો માટે કોઈ વરદાનથી ઓછો નથી.જ્યારે આટલી બધી લક્ઝરી સુવિધાઓ આપણા પોતાના ‘ઘર’ જેવા વાતાવરણમાં મળતી હોય, ત્યારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ચોક્કસ લાભ લો, આપણી જ્ઞાતિ આપણું ગૌરવ.

PB KAPOL SANATORIUM ટ્રસ્ટ સંચાલિત સેનેટોરિયમ કપોળ જ્ઞાતિના ગૌરવશાળી વારસાના પ્રતિક છે. આ ટ્રસ્ટનું સંચાલન વિવિધ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે,જેમાં શ્રી પ્રવીણચંદ્ર દલાલનો પરિવાર (જેમ કે હિરેન પ્રવીણચંદ્ર દલાલ, ધીરેન પ્રવીણચંદ્ર દલાલ) અને અન્ય પ્રતિષ્ઠિત કપોળ જ્ઞાતિના સભ્યો જોડાયેલા છે.

https://maps.app.goo.gl/L2enFEembYGyrJBw7
પરમાનંદ ભુવન સેનેટોરિયમ – નાસિક
નરોત્તમ ભુવન – નાસિક
કપોળ ભુવન – લોનાવાલા
બુકિંગ અને વહીવટી ઓફિસ (મુંબઈ)
જો તમારે રેટ કન્ફર્મ કરવા હોય અથવા બુકિંગ કરાવવું હોય, તો વિલે પાર્લે ઓફિસનો સંપર્ક કરવો સૌથી સારો રહેશે: નાસિક અને લોનાવાલા બંને સેનેટોરિયમ માટે બુકિંગ મુંબઈની મુખ્ય વહીવટી ઓફિસ દ્વારા કરી શકાય છે
સરનામું: ૧૦૧, પ્રથમ માળ, નવકાર પ્લાઝા, ૬ બજાજ રોડ, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈ – 400 056.
સંપર્ક: શ્રી પ્રવીણચંદ્ર ડી. દલાલ.
ફોન: 99872 23833, 99670 13969, 82911 71794.
સમય: સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦.
ઈમેઈલ: sanatoriumkapol@gmail.com.
વેબસાઈટ: www.kapolsanatorium.com.
https://maps.app.goo.gl/aJhwoSfK6DRuAMGk8
https://maps.app.goo.gl/mwFZwvQBZeW1bYc96