Home EventsDandi March Anniversary 2026: એક ચપટી મીઠું અને બ્રિટિશ સામ્રાજ્યનો પાયો હચમચી ગયો: દાંડી કૂચ સાયકલ રેલીનું આયોજન.
Dandi March Anniversary 2026 | Cycle Rally from Sabarmati Ashram to Dandi

Dandi March Anniversary 2026: એક ચપટી મીઠું અને બ્રિટિશ સામ્રાજ્યનો પાયો હચમચી ગયો: દાંડી કૂચ સાયકલ રેલીનું આયોજન.

by Akash Rajbhar

આજે ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ સમગ્ર ભારત વર્ષ ૧૯૩૦ની એ ઐતિહાસિક ક્ષણને યાદ કરી રહ્યું છે, જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. આજથી બરાબર ૯૬ વર્ષ પહેલાં, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી ‘મીઠાની સત્યાગ્રહ’ યાત્રાએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક નવો પ્રાણ ફૂંક્યો હતો.

આ દાંડીકૂચની 97 મી યાદ તાજી કરવા ગુજરાત ટુરીઝમે તા.૧૨/૩/૨૦૨૬ થી તા.૫/૪/૨૦૨૬ સાયકલ રેલીનું આયોજન કર્યું છે, જે સાબરમતી આશ્રમ થી શરૂ થઈને અસ્લાલી, નવાગામ, માતર , નડીયાદ, આણંદ, બોરસદ, કનકાપુરા (મહીસાગર નદી),કારેલી,આાંખી,આમોદ,સામની, દેરોલ,અંકલેશ્વર, માંગરોળ, ,ભાટગામ,. દેલાડ, છાપરાભાઠા (સુરત), વંઝ, ધામણ, મટવાડ ગામમાંથી પસાર થઈને અને છેલ્લે દાંડી પહોંચશે.

“હિંસાને જીતવાનો એકમાત્ર રસ્તો શુદ્ધ અહિંસા છે.”. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના ૭૮ સાથીદારો સાથે ૨૪૦ માઈલની પદયાત્રા શરૂ કરી હતી. બ્રિટિશ સરકાર દ્વારા મીઠા પર લાદવામાં આવેલા અન્યાયી ટેક્સના વિરોધમાં આ આંદોલન છેડવામાં આવ્યું હતું

Related Posts

Leave a Comment