મુંબઈ: કપોળ જ્ઞાતિના ઉત્કર્ષ અને સુખાકારી માટે હંમેશા કાર્યરત શ્રી વિલે પાર્લે કપોળ ઉત્કર્ષ મંડળ દ્વારા સંચાલિત, મનાલી ફાઉન્ડેશન પ્રાયોજિત, બાયોલાઇન લેબોરેટરી દ્વારા સેવા ભાવે કપોળ પરિવારો માટે હેલ્થ ચેક-અપ કેમ્પની એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. આ વિશાળ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન વિરાર, નાલાસોપારા અને વસઈના કપોળ પરિવારો સંપૂર્ણ નિઃશુલ્ક (FREE) સેવા ઉપલબ્ધ છે, જે માટે ૨૭/૦૩/૨૦૨૬ (શુક્રવાર) સાંજે ૫:૦૦ વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
અન્ય વિસ્તારના કપોળ રહેવાસીઓ માટે આ સુવિધાનો લાભ માત્ર ₹1200/- ના રાહત દરે મળશે. ફોર્મ સ્થાનિક કપોળ મંડળ (Kapol Mandal) દ્વારા પ્રમાણિત કરાવીને આધાર કાર્ડની નકલ સાથે લાવવું જરૂરી છે .તમે સીધા જ નિર્ધારિત સમયે કેમ્પના સ્થળે પહોંચીને આ સેવાનો લાભ લઈ શકો છો. રજિસ્ટ્રેશન ફોર્મ વિલે પાર્લે અને બોરીવલી (વેસ્ટ) ખાતે પણ મળશે.
કેમ્પની વિગતો:
- તારીખ: ૨૯/૦૩/૨૦૨૬, રવિવાર
- સમય: સવારે ૮:૦૦ થી ૧૦:૦૦
- સ્થળ: ૨ નં. સોસાયટી ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, F વિંગ, ઓલ્ડ કપોળ નગર, કપોળ સ્કૂલ સામે, મજીઠીયા પાર્ક, એઆચોળે રોડ, નાલાસોપારા (પૂર્વ).
- Medical Package (75 Tests) –
આધુનિક ટેકનોલોજી દ્વારા તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ નિરીક્ષણ કરવા માટે નીચે મુજબના મહત્વના ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે:
- Lipid Profile (કોલેસ્ટ્રોલ સંબંધિત ટેસ્ટ)
- Liver Profile (લિવરની કાર્યક્ષમતા માટે)
- Renal Profile (કિડની સંબંધિત ટેસ્ટ)
- Thyroid Profile
- Iron Studies
- Complete Blood Count (CBC)
- Urine Analysis
- Diabetes Screening (Sugar / HbA1c)
- Vitamins (B12 & D)
ફાસ્ટિંગ (ઉપવાસ) માટેની અગત્યની સૂચના:
ચોકસાઈપૂર્વકના રિપોર્ટ માટે ૧૦ થી ૧૨ કલાકનું ફાસ્ટિંગ ફરજિયાત છે.
- શનિવારે (૨૮/૦૩/૨૦૨૬) રાત્રે જમ્યા પછી કશું જ ખાવું નહીં.
- માત્ર પાણી પી શકાય છે. ચા, કોફી, નાસ્તો કે ખાંડ લેવી નહીં.
- બ્લડ અને યુરિન સેમ્પલ સ્થળ પર જ લેવામાં આવશે (કન્ટેનર ત્યાંથી જ મળશે).
રજિસ્ટ્રેશન ફોર્મ કેન્દ્રો :
વિલે પાર્લે (VILE PARLE)
સરનામું: પહેલો માળ, ગોપાલ ભુવન, બાપુ વાશી રોડ (Bapu Vashi Road), વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈ – 400 056
સમય: સોમવાર થી શનિવાર : સવારે 8:00 થી બપોરે 1:30 સુધી
રવિવાર: સવારે 8:00 થી રાત્રે 11:30 સુધી
બોરીવલી (BORIVALI) સરનામું: K03, ગ્રાઉન્ડ ફ્લોર, સુમેર નગર 2, સી.એચ.એસ. લિમિટેડ, કોરા કેન્દ્રા ફ્લાય ઓવર બસ સ્ટોપની બાજુમાં, ગેટ નં. 3 થી પ્રવેશ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ – 400 092
સમય: સોમવાર થી શનિવાર : સવારે 8:00 થી સાંજે 6:00 સુધી
રવિવાર: સવારે 8:00 થી બપોરે 12:00 સુધી મોબાઈલ: 9323400152

રજિસ્ટ્રેશન અને જરૂરી દસ્તાવેજો:
આ કેમ્પમાં લાભ લેવા માટે ૨૭/૦૩/૨૦૨૬ (શુક્રવાર) સાંજે ૫:૦૦ વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
જરૂરી વિગતો: ૧. આધાર કાર્ડની સ્પષ્ટ ઝેરોક્સ (ફરજિયાત). ૨. સંપૂર્ણ નામ, સરનામું, મોબાઈલ નંબર, ઉંમર અને વતનનું નામ. ૩. કપોળ સભ્યો માટે વસઈ/વિરારના પ્રતિનિધિનો સ્ટેમ્પ અને સહી ફરજિયાત છે.
મહત્વપૂર્ણ નોંધ:
આ સાથે જોડેલું ફોર્મ પ્રિન્ટ કરીને ભરેલું લાવશો તો સમય બચશે (કેમ્પ પર પણ ફોર્મ મફતમાં મળશે). સ્ટેમ્પ અને સહી વગર અરજી માન્ય નહીં ગણાય. આધાર કાર્ડની ચોખી ઝેરોક્ષ કોપી સાથે જોડવી.
વસઈ – મહિલા મંડળનો સ્ટેમ્પ અને સહી ફરજિયાત
વિરાર – અજયભાઈ પાસેથી સ્ટેમ્પ અને સહી ફરજિયાત
આ તકનો લાભ લેવા માટે કોઈ પણ વધારાની પૂછપરછ માટે સંપર્ક અને રજિસ્ટ્રેશન માટે તમે વોટ્સએપ નંબર પર સંપર્ક કરી શકો છો. (ફક્ત પૂર્ણ નામ અને મોબાઇલ નંબર WhatsApp પર મોકલવો.)
- વિરાર: અજયભાઈ સંઘવી (9850016878)
- નાલાસોપારા: નયનભાઈ મેહતા (9920587829), નીરજભાઈ પારેખ (7559398076), લખનભાઈ વળીયા (9321396715)
- વસઈ: જ્યોતિબેન શેઠ (9819507683) (24/03 મંગળવાર થી 28/03 શનિવાર , સાંજે 5થી7, વસઈ કપોળ મહિલા મંડળની ઓફિસે મળશે)
નોંધ: ચેક-અપ પૂર્ણ થયા બાદ સંસ્થા દ્વારા ચા-બિસ્કિટની સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ છે.