મુંબઈ: આધુનિક દોડધામ ભરેલી જિંદગીમાં શાંતિ અને આધ્યાત્મિકતાની શોધમાં રહેતા મુંબઈના ભક્તો માટે વિરાર સ્થિત શ્રી કનકાઈ માતાજીનું મંદિર એક પરમ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. પરમ ભગવદીય શ્રી બાબુભાઈ માધવજી કાણકિયા પરિવાર નિર્મિત આ મંદિરની લોકપ્રિયતા અને ભક્તોની આસ્થામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

ભક્તો માટે શ્રેષ્ઠ વ્યવસ્થા
દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે અહીં રહેવા અને જમવાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરનું શાંત પ્રાંગણ અને ટ્રસ્ટની પ્રશંસનીય વ્યવસ્થાને કારણે જ સમગ્ર મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી ભક્તો અહીં ખેંચાઈ આવે છે. શ્રદ્ધાળુઓના મતે, અહીં આવવાથી માતાજીના સાક્ષાત્ દર્શન થયા હોય તેવી અનુભૂતિ થાય છે.

કાણકિયા પરિવારનું અવિસ્મરણીય યોગદાન
મંદિરના નિર્માણથી લઈને તેની દિવ્યતા જાળવી રાખવા સુધી, શ્રી બાબુભાઈ કાણકિયાના બંને સુપુત્રો અને પુત્રવધૂઓ શ્રી રશેષભાઈ- શ્રીમતી રૂપલબેન અને શ્રી હિમાંશુભાઈ – શ્રીમતી હીરલબેન ખભેખભો મિલાવીને સેવા આપે છે. આ બંને દંપતીઓએ પિતાશ્રીના પદચિન્હો પર ચાલીને, માતાજીના દરેક ઉત્સવ અને મંદિરના વ્યવસ્થાપનમાં અત્યંત નિષ્ઠાપૂર્વક પોતાનું સમર્પણ આપે છે.
૧૮મો ચૈત્ર નવરાત્રી મહોત્સવ અને અન્નકૂટ
કાણકિયા, દોશી, ગાંધી, તથા મહેતા પરિવાર દ્વારા સંચાલિત આ મંદિરમાં તાજેતરમાં ૧૮મો ચૈત્ર નવરાત્રી મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો.

અન્નકૂટ અને રાસ-ગરબા:
તા. ૨૨/૦૩/૨૦૨૬ ને રવિવારે શ્રી બાબુભાઈ માધવજી પરિવાર દ્વારા માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સાંજે ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી રાસ-ગરબાના કાર્યક્રમમાં અંદાજે ૨૦૦૦ ભક્તોએ ભાગ લીધો હતો અને ત્યારબાદ ૧૫૦૦ થી ૨૦૦૦ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
ભવ્ય હવન: તા. ૨૬/૦૩/૨૦૨૬ ને ગુરુવારે માતાજીનો હવન અત્યંત ધામધૂમથી યોજાયો હતો. સવારે ૪૫૦ ભક્તોએ ફરાળી પ્રસાદ લીધો હતો. સાંજે ૪:૩૦ કલાકે માતાજીને શ્રીફળ હોમાયા બાદ ૮૦૦ થી ૧૦૦૦ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
॥ “વડીલોના સંસ્કાર અને નવી પેઢીનું સમર્પણ” ॥
વિરારમાં શ્રી કનકાઈ માતાજીના સાનિધ્યમાં ભક્તોની આસ્થાનું ઘોડાપૂર#KanakaiMataji #VirarTemple #ChaitraNavratri #Navratri2026 #ReligiousEvent #MumbaiNews #Devotional pic.twitter.com/cP9MPaWHyn— Kapol Community (@KapolCommunity) March 28, 2026
સન્માન અને આભાર દર્શન
આ પ્રસંગે શ્રી કિરણભાઈ દોશી દ્વારા સમાજ અગ્રણીઓ શ્રી પરેશભાઈ પારેખ (જય નાગનાથ વાળા), શ્રી રોહિતભાઈ મહેતા અને શ્રી દીપકભાઈ મહેતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી કનકાઈ માતાજી મંદિર ટ્રસ્ટ (વિરાર) ના ટ્રસ્ટીગણ સર્વશ્રી પ્રશાંતભાઈ કાણકિયા, ભરતભાઈ કાણકિયા, બકુલેશભાઈ ગાંધી, પંકજભાઈ મહેતા, રાજેશભાઈ કાણકિયા, દિનેશભાઈ ગાંધી અને કિરણભાઈ દોશીએ પધારેલા તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રસંગને સફળ બનાવવા માટે શ્રી ધર્મેશભાઈ ગાંધી, ચિરંજીવ ગાંધી, નીતિનભાઈ ગાંધી, મુકેશ મહેતા (સમાજ સેવક), નીરવ કાણકિયા, નિમેશ કાણકિયા, ઉમેશભાઈ કાણકિયા, વિજયભાઈ ગાંધી અને અતુલભાઈ ગાંધી સહિત તમામ કમિટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી.