Home Kapol MandalGyan Mashal:॥ જ્ઞાન મશાલ: સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ- MUMBAI  દ્વારા “નાની ભમતી”માં શિક્ષણની નવી ક્રાંતિ ॥
“Gyan Mashal: Sakar Jeevan Vikas Trust Launches ‘Sakar Reading Kutir’ to Bring Educational Revolution in Nani Bhamti, Navsari”

Gyan Mashal:॥ જ્ઞાન મશાલ: સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ- MUMBAI  દ્વારા “નાની ભમતી”માં શિક્ષણની નવી ક્રાંતિ ॥

Gyan Mashal: "વિદ્યા દદાતિ વિનયમ્, વિનયાત્ યાતિ પાત્રતામ્"

by Janvi Soni

નવસારી (વાંસદા): “લોક સમજદારી, લોક જવાબદારી અને લોક ભાગીદારી” ના મંત્રને સાર્થક કરતું એક અનોખું સેવાકાર્ય એટલે ‘સાકાર વાંચન કુટિર’. આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાધનના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાનની મશાલ પ્રગટાવવાનો એક અભિનવ સેવાયજ્ઞ નાની ભમતી ગામે આરંભાયો છે. આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકોના મહત્વને સમજીને, યુવાધનના નિર્માણ માટે આ ભવ્ય લાઈબ્રેરીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

જ્ઞાનના દ્વાર ખોલતા વિઝનરી ટ્રસ્ટી: શ્રી હિતેનભાઈ ભુતા (USA)

આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો માત્ર સુખ-સુવિધાઓની પાછળ દોટ મૂકે છે, ત્યાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ- MUMBAI ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી હિતેનભાઈ ભુતા (USA) એ એક પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. માતૃભૂમિથી હજારો માઈલ દૂર રહીને પણ, વતનના યુવાધનની ચિંતા કરી તેમણે ‘જ્ઞાનના દ્વાર’ ખોલ્યા છે.તેમનો ઉમદા હેતુ છે કે નવી પેઢી માત્ર ભણે નહીં, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈને શ્રેષ્ઠ કારકિર્દી બનાવે. લોક ભાગીદારી અને લોક સમજદારીને જોડીને, તેમણે સાકાર વાંચન કુટિર દ્વારા જ્ઞાનની એક એવી મશાલ પ્રગટાવી છે જે આવનારી અનેક પેઢીઓને પ્રકાશિત કરશે.

“Gyan Mashal: Sakar Jeevan Vikas Trust Launches ‘Sakar Reading Kutir’ to Bring Educational Revolution in Nani Bhamti, Navsari”

               શ્રી હિતેનભાઈ ભુતા

પ્રેરણા અને સંચાલન

આ ભગીરથ કાર્ય પાછળ ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટ (GKV) અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ ના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી હિતેનભાઈ ભુતા (USA) નું વિઝન અને પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મુકેશ મહેતા (મુંબઈ) નું કુશળ માર્ગદર્શન રહેલું છે. સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ  નિર્મિત  તથા  RAINBOW WARRIORS DHARAMPUR ગ્રામ પંચાયત  નાની ભમતી સંચાલિત તા. વાંસદા, જિ. નવસારીના ગ્રામ પંચાયત  નાની ભમતીના  જાગૃત ગ્રામજનોના સહયોગથી તૈયાર થયેલી આ લાઈબ્રેરી ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણની નવી ક્રાંતિ લાવશે.

વાંચન કુટિરની મુખ્ય વિશેષતાઓ:

  • સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કેન્દ્ર: GPSC, UPSC, તલાટી, બેંકિંગ અને અન્ય સરકારી ભરતી પરીક્ષાઓ માટેનું લેટેસ્ટ અને સર્વોત્તમ સાહિત્ય અહીં ઉપલબ્ધ છે.
  • આધુનિક સુવિધા: વિદ્યાર્થીઓ શાંતિથી અભ્યાસ કરી શકે તેવું પ્રશાંત વાતાવરણ, સુઘડ બેઠક વ્યવસ્થા અને જ્ઞાનની તરસ છિપાવવા માટે વિવિધ વિષયોના સંદર્ભ ગ્રંથો.
  • રેઈન્બો વોરિયર્સનો સાથ: ધરમપુરના શ્રી શંકરભાઈ પટેલ અને તેમની ટીમ ‘રેઈન્બો વોરિયર્સ’ ના વિશેષ સહયોગ અને સાથ-સહકારથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે.“Gyan Mashal: Sakar Jeevan Vikas Trust Launches ‘Sakar Reading Kutir’ to Bring Educational Revolution in Nani Bhamti, Navsari”

લોકાર્પણનું હાર્દિક નિમંત્રણ:

આપ સૌ સ્નેહીજનો, વાચક મિત્રો અને સમાજસેવીઓને આ ગૌરવશાળી પ્રસંગે પધારવા ભાવભીનું આમંત્રણ છે.

  • તારીખ: ૨૯ માર્ચ, ૨૦૨૬ (રવિવાર)
  • સમય: સવારે ૧૦:૩૦ કલાકે
  • સ્થળ: ગ્રામ પંચાયત કચેરી, નાની ભમતી, તા. વાંસદા, જિ. નવસારી

સમગ્ર કપોળ સમાજ અને ‘The KAPOL’ ન્યૂઝ પોર્ટલ વતી, શ્રી હિતેનભાઈ ભુતાની આ અજોડ સેવાભક્તિ અને વિઝનરી નેતૃત્વને અમે આદરપૂર્વક નમન કરી, તેમને કોટિ-કોટિ વંદન પાઠવીએ છીએ.

Related Posts

Leave a Comment