Home EventsCyber Safety Awareness:કપોળ સમાજમાં આધુનિકતાના પ્રણેતા હિતેન ભૂતાના માર્ગદર્શન હેઠળ મુંબઈમાં ‘સાયબર સેફ્ટી’ અભિયાન
Cyber ​​Safety Awareness: 'Cyber ​​Safety' campaign in Mumbai under the guidance of Hiten Bhuta, the pioneer of modernity in Kapol society

Cyber Safety Awareness:કપોળ સમાજમાં આધુનિકતાના પ્રણેતા હિતેન ભૂતાના માર્ગદર્શન હેઠળ મુંબઈમાં ‘સાયબર સેફ્ટી’ અભિયાન

Cyber Safety Awareness: ટેકનોલોજીનો ઉપયોગ પ્રગતિ માટે કરો, પણ સુરક્ષા સાથે.

by Janvi Soni

મુંબઈ: કપોળ સમાજની પ્રગતિ અને યુવા સશક્તિકરણ માટે સતત કાર્યરત વિઝનરી લીડર હિતેન ભૂતાના(Hiten Bhuta) ઉમદા અભિગમ સાથે  સમાજ સુરક્ષાના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યો છે. હિતેન ભૂતા માને છે કે સાચી પ્રગતિ ત્યારે જ શક્ય છે જ્યારે સમાજ આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક બિઝનેસ અભિગમ અપનાવે. તેમના આ ‘Entrepreneurship’ વિઝનને આગળ ધપાવતા, ગ્લોબલ કપોળ વિકાસ (GKV) દ્વારા ૨૧મી સદીની જરૂરિયાતો મુજબના અનેક પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે.

બોરીવલીમાં સાયબર ક્રાઇમ જાગૃતિનો વિશેષ કાર્યક્રમ

આ જ વિઝનના ભાગરૂપે, બોરીવલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને મંડપેશ્વર સિવિક ફેડરેશન (MCF) ના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં GKV પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ‘પોલીસ મિત્ર’ મુકેશ મહેતાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે.

કાર્યક્રમની વિગત:

  • તારીખ: ૧લી એપ્રિલ, ૨૦૨૬
  • સમય: સાંજે ૫:૦૦ વાગ્યે
  • સ્થળ: એમસીએફ (MCF), બોરીવલી વેસ્ટ

પોલીસ પ્રશાસન અને નિષ્ણાતોનું માર્ગદર્શન

આ કાર્યક્રમમાં સુરક્ષા જગતના દિગ્ગજો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે:

  1. સીએ નિહારભાઈ જંબુસરિયા: પ્રમુખ, એમસીએફ (અતિથિ વિશેષ)
  2. સંતોષ ધનાવતે: આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP)
  3. સચિન સાસ્તે: સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, બોરીવલી(SPI)
  4. કલ્યાણ પાટીલ: PSI અને સાયબર એક્સપર્ટ, ક્રાઇમ બ્રાન્ચ

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને કોઓર્ડિનેશન સીએસ પંકજ અજમેરા દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બોરીવલીના રહિશો અને કપોળ અગ્રણીઓને જોડાવા વિનંતી કરવામાં આવી છે.

Related Posts

Leave a Comment