રિપોર્ટિંગ: The KAPOL COMMUNITY ન્યૂઝ ડેસ્ક “નવી પેઢી, નવો વિચાર, આપણો કપોળ સમાજ”
મુંબઈ, ઘાટકોપર: આજના ભાગદોડભર્યા જીવનમાં જ્યારે માનસિક શાંતિ મેળવવી અને સાચો નિર્ણય લેવો પડકારજનક બને છે, ત્યારે આપણા કપોળ સમાજની તેજસ્વી દીકરી મેઘા ત્રંબક પારેખ ટેરોટ કાર્ડ્સના માધ્યમથી એક નવી દિશા બતાવી રહ્યા છે. મેઘાબેનનો અભિગમ માત્ર ભવિષ્ય ભાખવા પૂરતો સીમિત નથી, પરંતુ તે ‘સોલ્યુશન ઓરિએન્ટેડ’ (Solution Oriented) છે.કપોળ સમાજ હંમેશા નવીનતા અને પ્રતિભાનો આદર કરતો રહ્યો છે. આપણા સમાજની દીકરી મેઘાબેન દ્વારા આધ્યાત્મિક Spiritual Counseling ના ક્ષેત્રમાં આ એક નવી અને સરાહનીય શરૂઆત છે.
ટેરોટ: ઇટાલીથી ભારત સુધીની સફર
ટેરોટનો ઇતિહાસ ૧૫મી સદીના ઇટાલીમાં એક રમત તરીકે શરૂ થયો હતો, જે આજે વિશ્વભરમાં ભવિષ્યકથન અને સેલ્ફ-હેલ્પ (Self-help) નું સશક્ત માધ્યમ બન્યું છે. ભારતમાં સુનીતા મેનન જેવી હસ્તીઓએ તેને પ્રચલિત કર્યા બાદ, હવે મેઘાબેન જેવા નિષ્ણાતો આ વિદ્યાને આધુનિક કાઉન્સેલિંગ સાથે જોડી રહ્યા છે.
જ્યોતિષ કે ટેરોટ:
મેઘાબેનનું માનવું છે કે જ્યોતિષ તમારા જીવનનો ‘બિગ પિક્ચર’ નકશો છે. લગ્ન, સંતાન પ્રાપ્તિ કે લાંબા ગાળાના આર્થિક યોગો જાણવા માટે જ્યોતિષ શ્રેષ્ઠ છે. તે નસીબ અને સમયની દિશા સૂચવે છે., પરંતુ તાત્કાલિક ઉકેલ (Instant Clarity) માટે ટેરોટ સર્વશ્રેષ્ઠ છે. તે તમારી આજની ઉર્જા વાંચીને તમને ‘એક્શનબલ એડવાઈઝ’ આપે છે—એટલે કે, “તમારે અત્યારે શું કરવું જોઈએ?” જ્યોતિષ ભવિષ્યનો સંકેત આપે છે, જ્યારે ટેરોટ તમારી ‘આજની ઉર્જા’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભવિષ્ય ભાખવા નહીં, પણ વર્તમાનને સુધારવા માટેનું સચોટ માર્ગદર્શન છે Tarot.
માર્ગદર્શનના ૫ મુખ્ય સ્તંભો (Focus Areas)
મેઘાબેનનું રીડિંગ જીવનના આ મહત્વપૂર્ણ પાસાઓ પર કેન્દ્રિત હોય છે:
Career & Success : જોબ કે બિઝનેસમાં ગ્રોથ અને યોગ્ય તકની પસંદગી.
Wealth & Prosperity: આર્થિક અવરોધો દૂર કરી સમૃદ્ધિ તરફ પ્રયાણ.
Relationships : સંબંધોમાં પારદર્શિતા અને પ્રેમની ગરિમા જાળવવી.
Health & Wellness : માનસિક તણાવ મુક્તિ અને આંતરિક સ્વાસ્થ્ય.
Personal Growth : આત્મવિશ્વાસ વધારી વ્યક્તિત્વનો વિકાસ કરવો.

ટેરોટ ગાઈડન્સ મેળવવાની સુવર્ણ તક: ઘાટકોપરના એક્ઝિબિશન’માં મેઘા પારેખનો સ્ટોલ
જો તમે પણ તમારી વર્તમાન ઉર્જા અને સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે મેઘાબેનને રૂબરૂ મળવા માંગતા હોવ, તો ઘાટકોપર ખાતે મુલાકાત લો:
સ્થળ: ભાટિયા વાડી, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ. સ્ટોલ નંબર: ૨૩ (Stall No. 23) તારીખ: ૧૭, ૧૮ અને ૧૯ એપ્રિલ (શુક્રવાર, શનિવાર અને રવિવાર) લોકેશન: https://share.google/tewdCoGNGwHacQcZD
સંપર્ક અને એપોઈન્ટમેન્ટ:
DM for Appointment: 98923 50754
Email: Meghatrambak@gmail.com
Instagram: @Trikaal.megha
ખાસ નોંધ (Disclaimer) આ લેખમાં રજૂ કરવામાં આવેલા વિચારો અને પદ્ધતિઓ મેઘા ત્રંબક પારેખના અંગત સંશોધન અને અનુભવ પર આધારિત છે. ‘The KAPOL’ ન્યૂઝ પોર્ટલ આ મંતવ્યો સાથે સંમત હોય તે અનિવાર્ય નથી. વાચકોએ પોતાના વિવેકથી નિર્ણય લેવો.
The KAPOL COMMUNITY ન્યૂઝ ડેસ્ક પરિવાર મેઘાબેનને આ નૂતન પ્રારંભ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.