મુંબઈના ઐતિહાસિક અને ધાર્મિક કેન્દ્ર માધવબાગ સંસ્થાના ટ્રસ્ટી તરીકે કપોળ જ્ઞાતિના શ્રી ભીખુભાઈ ચીતલિયા માત્ર એક ટ્રસ્ટી જ નથી, પરંતુ કપોળ જ્ઞાતિના …
Events
-
-
Events
Dandi March Anniversary 2026: એક ચપટી મીઠું અને બ્રિટિશ સામ્રાજ્યનો પાયો હચમચી ગયો: દાંડી કૂચ સાયકલ રેલીનું આયોજન.
આજે ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ સમગ્ર ભારત વર્ષ ૧૯૩૦ની એ ઐતિહાસિક ક્ષણને યાદ કરી રહ્યું છે, જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા …
-
“રાધે–રાધેનો નાદ છે, હૈયે કૃષ્ણનો સાદ છે, ફૂલોની વર્ષા વચ્ચે, ભક્તિનો આ સ્વાદ છે! બાવાશ્રીના વિઝનથી, વ્રજ ઉતર્યું બોરીવલીમાં, હિલોળે ચઢ્યા ભક્તો, ગુંજી ઉઠી ગલી ગલીમાં!” ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ની એ સાંજ બોરીવલી માટે કોઈ ઉત્સવથી ઓછી નહોતી! શ્રીજી શરણની અસીમ કૃપા અને પ.પૂ. ગોસ્વામીશ્રી ૧૦૮ શ્રી વ્રજપ્રિયજી (છોટે બાવાશ્રી) ના દિવ્ય વિઝન હેઠળ યોજાયેલો “શ્રી હોળી રસિયા – ફૂલ ફાગ ઉત્સવ” ભક્તિ અને આનંદનો એવો સંગમ બન્યો કે જાણે સાક્ષાત્ વ્રજધામ ધરતી પર ઉતરી આવ્યું હોય. ૮૦૦૦થી વધુ ભક્તો – વૈષ્ણવો ‘રસિયા’ ના તાલે ઝૂમ્યા અને ફૂલોની વર્ષા થઈ, ત્યારે કોરા કેન્દ્રનું મેદાન ગોકુળ-મથુરાની ગલીઓમાં પરિવર્તિત થઈ ગયું હતું. આ દિવ્ય ક્ષણો અને ભક્તિરસના મહાસાગરની એક ઝલક મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
-
Health
Healthy Holi Food Guide: હોળી એટલે રંગો, મસ્તી અને સ્વાદિષ્ટ વાનગીઓનો તહેવાર! . પરંપરાગત સ્વાદને માણો સ્માર્ટલી
ગિલ્ટ વગર માણો હોળીનો હરખ: સ્વાદ અને સ્વાસ્થ્યના સંગમ સાથે ખાઓ, પીઓ અને મોજ કરો! 🥛 ૧. ઠંડાઈ – ઠંડક અને પોષણ …
-
રંગોનો ઉત્સાહ, સ્કિનની સુરક્ષા! ✨ જાણો હોળી રમતા પહેલા અને પછીની સાવધાની.” હોળીની ઉજવણી કરતી વખતે યાદ રાખીએ કે આ તહેવારનો સાચો આત્મા ખુશી, એકતા અને પરસ્પર સન્માનમાં રહેલો છે. હંમેશા સુરક્ષિત જગ્યાએ રમો અને અન્યોની સંમતિનું સન્માન કરો — કોઈને પણ જબરદસ્તી રંગવા જોઈએ નહીં. કેમિકલવાળા રંગો, પાણીનો બગાડ અને જોખમી પ્રવૃત્તિઓ જેવી કે ફુગ્ગા ફેંકવા કે નશો કરીને ડ્રાઇવિંગ કરવાનું ટાળો. સૌથી મહત્વનું એ છે કે, આપણી ઉજવણી મનુષ્યો, પ્રાણીઓ અને પર્યાવરણ માટે દયાળુ અને સલામત હોવી જોઈએ. કેમિકલયુક્ત રંગોને બદલે ઓર્ગેનિક અને સ્કીન-ફ્રેન્ડલી રંગો પસંદ કરો, પૂરતું પાણી પીતા રહો અને બહાર રમવા જતાં પહેલાં તમારી ત્વચા અને વાળની કાળજી લો. ચાલો, પ્રેમ, સકારાત્મકતા અને સંવાદિતાના રંગો ફેલાવીએ — અને આ હોળીને દરેક માટે આનંદદાયક અને સુરક્ષિત બનાવીએ ત્વચા અને વાળને બચાવવા આટલી સાવચેતી ચોક્કસ રાખો: ૧. હોળી પહેલાની તૈયારી (Pre-Holi Care) તેલનું સુરક્ષા કવચ: વાળ અને સ્કેલ્પ પર નારિયેળ કે બદામના તેલનું જાડું સ્તર લગાવો. આનાથી રંગ મૂળ સુધી નહીં પહોંચે અને ધોતી વખતે સરળતાથી નીકળી જશે. સ્કિન મોઈશ્ચરાઈઝિંગ: ચહેરા અને શરીર પર સારી ગુણવત્તાનું મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીન લગાવો. તેલ કે લોશન ત્વચા પર સુરક્ષિત પડ બનાવશે. નખની સંભાળ: નખની આસપાસ વેસેલિન અથવા ડાર્ક નેઈલ પેઈન્ટ લગાવો જેથી નખ પર રંગ ન ચડે. ૨. શું ન કરવું? (Avoid These) બ્યુટી ટ્રીટમેન્ટ ટાળો: હોળીના ૩-૪ દિવસ પહેલા ફેસિયલ, ક્લીનઅપ કે બ્લીચ ન કરાવવું. ખુલ્લા છિદ્રો દ્વારા કેમિકલ અંદર જવાનો ભય રહે છે. હેર ટ્રીટમેન્ટ: હેર કલરિંગ કે હેર સ્પા જેવી ટ્રીટમેન્ટ હોળી પછી જ કરાવવી હિતાવહ છે. ૩. રંગ કાઢતી વખતે સાવધાની (Post-Holi Care) સ્ક્રબિંગ ટાળો: રંગ કાઢવા માટે ત્વચા ઘસવી નહીં. સાબુને બદલે હળવા ફેસવોશ અથવા ક્લીન્ઝિંગ મિલ્કનો ઉપયોગ કરો. કુદરતી ઘરગથ્થુ ઉપાયો: * ઉબટન: લોટ અને તેલના મિશ્રણથી હળવા હાથે રંગ દૂર કરો. લીંબુ-મધ: જિદ્દી રંગ માટે લીંબુ પર મધ લગાવી ફેરવો, જે નેચરલ બ્લીચનું કામ કરશે. કાચું દૂધ: રૂ (Cotton) પલાળીને ત્વચા સાફ કરવાથી રંગ નીકળશે અને ઠંડક મળશે. …
-
Shopping
Tata Group’s Big Retail Move: ટાટા ગ્રુપનો નવો ધડાકો: ઝુડિયો અને વેસ્ટસાઈડ બાદ હવે ‘Burnt Toast’ ની ધમાકેદાર એન્ટ્રી! Gen Z અને Gen Alpha મેઈન ટાર્ગેટ
મુંબઈ/થાણે: ભારતના રિટેલ ક્ષેત્રના મહારાથી ટાટા ગ્રુપની કંપની ‘ટ્રેન્ટ લિમિટેડ’ ફેશન જગતમાં એક નવી ક્રાંતિ લાવી છે. ૨૦૨૫ના અંતમાં લોન્ચ થયેલી તેમની લેટેસ્ટ બ્રાન્ડ ‘બર્ન્ટ ટોસ્ટ’ હવે મુંબઈ અને થાણેના બજારોમાં ધૂમ મચાવી રહી છે. આ નવી બ્રાન્ડ ખાસ કરીને Gen Z અને Gen Alpha પેઢીને લક્ષ્યમાં રાખીને ટ્રેન્ડી, એક્સપ્રેસિવ સ્ટ્રીટવેર અને એસેસરીઝ પૂરી પાડે છે. ટાટાએ ગ્રાહકોની જરૂરિયાત મુજબ માર્કેટને વ્યૂહાત્મક રીતે ત્રણ ભાગમાં વહેંચ્યું છે. ઝુડિયો અત્યંત સસ્તું અને સામાન્ય જનતા માટે છે, જ્યારે વેસ્ટસાઈડ પ્રીમિયમ અને મધ્યમથી ઉચ્ચ શ્રેણી માટે છે. ‘બર્ન્ટ ટોસ્ટ’ આ બંને વચ્ચેની મહત્વની કડી સાબિત થશે, જે ઝુડિયોની સસ્તાઈ અને વેસ્ટસાઈડની ક્વોલિટી વચ્ચેનું પરફેક્ટ બેલેન્સ જાળવે છે. આ નવું લેબલ ટ્રેન્ટની ઝડપથી વધતા યુવા ફેશન સેગમેન્ટને કબજે કરવાની ક્ષમતામાં વધારો કરશે. આજની ડિજિટલ પેઢીની ‘સ્ટ્રીટ સ્ટાઈલ’ અને વ્યક્તિગત ઓળખને ધ્યાનમાં રાખીને તેની સ્પેશિયલ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફેશન ટ્રેન્ડ્સ હવે ભારતીય યુવાનોને અત્યંત પરવડે તેવી (Affordable) કિંમતે ઉપલબ્ધ થશે. ‘બર્ન્ટ ટોસ્ટ’ બ્રાન્ડના સ્ટોર્સનો માહોલ પણ અત્યંત વાઇબ્રન્ટ, આધુનિક અને જીવંત રાખવામાં આવ્યો છે. બેંગલુરુથી શરૂ થયેલી આ બ્રાન્ડ હવે મુંબઈ અને દિલ્હી જેવા મુખ્ય મેટ્રોપોલિટન શહેરોમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે. જો તમે પણ આ નવી ફેશન સંસ્કૃતિનો અનુભવ કરવા માંગતા હોવ, તો થાણેમાં કાર્યરત આ સ્ટોરની મુલાકાત લઈ શકો છો: UG-16-19, કોરમ મોલ (Korum Mall), સમતા નગર, થાણે વેસ્ટ, થાણે. ટાટાની આ નવી પહેલ ફરી એકવાર સાબિત કરે છે કે તેઓ બદલાતા સમય અને નવી પેઢીની પસંદગી પારખવામાં હંમેશા અગ્રેસર છે.
-
મહુવા હોય કે મેનહટન, મુંબઈની હોળી હવે ‘Global Level’ પર! બોરીવલીમાં ‘ફૂલ ફાગ મહોત્સવ’ સર્જાશે સાક્ષાત્ Vraj-Vibes! જો તમે મુંબઈથી દૂર લંડન, …
-
Religion
Laghu Rudrabhishek 2026: લઘુ રુદ્રાભિષેક ભવ્ય મહોત્સવની સફળતા: કપોળ સમાજના વિવિધ મંડળો એક મંચ પર સાથે મળી આયોજન કરે તેવી પ્રબળ શક્યતા”
તારીખ ૧૫-૦૨-૨૦૨૬, રવિવારના રોજ કાંદિવલીના ભુરાભાઇ આરોગ્ય ભવન ખાતે શ્રી ગંગાજળિયાદાદા સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે લઘુ રુદ્રાભિષેકનું અત્યંત …
-
વૈષ્ણવ સંસ્કૃતિ અને હિન્દુ એકતાના સમાન બોરીવલી: વર્ષ ૨૦૨૬નો ભવ્ય હોળી કે રસિયા ‘ફૂલ ફાગ મહોત્સવ’ (સીઝન-૨) મહોત્સવમાં જોડવા આ સંદેશ વધુમાં …
-
Literature
Virat Gujarati Book Fair 2026: ગુજરાતી ભાષા જીવશે, ગુજરાતી પુસ્તકો દ્વારા
by Mayur Parikhby Mayur Parikhકપૉળ સમાજના ગૌરવ અને જાણીતા સેવાભાવી અગ્રણી શ્રી ભીખુભાઈ ચીતલીયા (ટ્રસ્ટી, માધવબાગ) ના સૌજન્યથી આયોજિત “વિરાટ પુસ્તક મેળો” ખરેખર પ્રશંસનીય છે. જાણીતા …