58
૧૦૩ વર્ષની ભવ્ય મજલ કાપવી એ કોઈ નાની વાત નથી. કપોળ અને કપોળમિત્ર સામયિકે એક સદી કરતાં પણ વધુ સમયથી જ્ઞાતિના સંગઠન અને સંસ્કારોને જીવંત રાખ્યા છે, તે ખરેખર વંદનીય છે.
‘પ્રેમોત્સવ વિશેષાંક’ ફેબ્રુઆરી ૨૦૨૬ રજૂ કરીને કપોળ યુવક મંડળે આધુનિકતા અને પરંપરાનો સુંદર સમન્વય સાધ્યો છે. . ગોપાલભાઈ પારેખ (તંત્રીશ્રી), ફાલ્ગુની યતીન મહેતા (સહ-તંત્રી), વિજય આઈ. પારેખ (સહ-તંત્રી) અને ટીમ કપોળ યુવક મંડળની કાબિલે દાદ કામગીરી ખરેખર અભિનંદનને પાત્ર છે.