મુંબઈ: ૨૧ માર્ચ, ૨૦૨૬. રાજભવનના ઇતિહાસમાં પ્રથમવાર આયોજિત વિશિષ્ટ સન્માન સમારોહ. મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ શ્રી જીષ્ણુ દેવ વર્મા, માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, રાષ્ટ્રીય મહાનુભાવો, ઉચ્ચ સરકારી અધિકારીઓ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી બિલ્ડરોની ગરિમામય હાજરી વચ્ચે, પરોપકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ‘શ્રીજી શરણ કન્સ્ટ્રક્શન-મુંબઈ’ ના સર્વેસર્વા અને કપોળ અગ્રણી શ્રી મેહુલભાઈ સંઘવીનું ભારત દેશના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન સાહેબના વરદ હસ્તે વિશિષ્ટ રાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ શ્રી મેહુલભાઈ પર વિશ્વભરમાંથી પર્સનલ કોલ દ્વારા અભિનંદનનો અનરાધાર ધોધ હજુ સુધી વરસી રહ્યો છે. લોકોના અપાર સ્નેહભાવને સ્વીકારતા, મેહુલભાઈએ ‘The KAPOL’ ન્યૂઝ પોર્ટલના માધ્યમથી વિનમ્રતાપૂર્વક પોતાનો ભાવુક કૃતજ્ઞતા સંદેશ પાઠવ્યો છે.
ખાસ અહેવાલ: રાષ્ટ્રીય સન્માન બાદ મેહુલભાઈ સંઘવીનો ભાવુક પ્રતિસાદ અને કૃતજ્ઞતા ॥

Mehulbhai Sanghvi’s Emotional Gratitude Message After Receiving Prestigious National Honor in Mumbai
મેહુલભાઈ સંઘવીનો સંદેશ:
૨૭ માર્ચ, ૨૦૨૬
“નમસ્તે,
૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ મુંબઈના આંગણે, ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન સાહેબના વરદ હસ્તે “અધ્યાત્મ પરિવાર” દ્વારા મને જે વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું છે, તે મારા જીવનની અત્યંત વિનમ્ર અને ગૌરવશાળી ક્ષણ છે.
આ અવસરે એટલું જ કહેવું છે કે… “આ જગતમાં રૂપિયાના દાની તો ઘણા છે, પણ એ લક્ષ્મીને પરમાર્થના પંથે વાળવાનું ‘મન’ કોઈક નસીબદાર પાસે જ હોય છે.”
હું ખરેખર નસીબદાર છું કે મને આ ‘મન’ અને અવિરત સેવા કરવાના સંસ્કારોનો એવો ભારતીય સંસ્કૃતિનો વારસો મળ્યો છે, જ્યાં સેવાને જ પરમો ધર્મ માનવામાં આવે છે. દાનવીરોના શિરોમણી જમશેદજી ટાટા જેવા મહાનુભાવોનું જીવન અને તેમની પરોપકારી પરંપરા હંમેશા મારા માટે દીવાદાંડી સમાન રહી છે. આ સેવાભાવનાના બીજ મને મારા પરિવાર, મારા ગુરુજી અને સમગ્ર કપોળ સમાજ તરફથી મળ્યા છે.
હું અધ્યાત્મ પરિવારના ટ્રસ્ટીઓ શ્રી હિતેન્દ્રભાઈ માણેકજી મોતા અને શ્રી દિનેશ સોહનલાલ શાહ (મુનાણી) નો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. જેમણે મને જૈનાચાર્ય પૂજ્ય યોગતિલકસૂરીશ્વરજી મહારાજની નિશ્રા અને માર્ગદર્શન હેઠળ, ફેબ્રુઆરી ૨૦૨૬ માં યોજાયેલ ૬૪ જૈન દીક્ષાર્થીઓની પવિત્ર સેવાની અમૂલ્ય તક આપી.
આ સન્માન માત્ર મારું નથી, પરંતુ આપણા સૌના સંયુક્ત પ્રયાસો, અતૂટ શ્રદ્ધા અને નિઃસ્વાર્થ પરમાર્થની ભાવનાનું મીઠું ફળ છે.
જનસેવાના કાર્યોમાં “શ્રીજી શરણ”ની કૃપા અને આપનો આવો જ સ્નેહ અને સહકાર સદાય મળતો રહે તેવી અભિલાષા.
તમારી શુભેચ્છાઓ બદલ હું ફરી એકવાર તમારો આભાર માનું છું.
જય શ્રીકૃષ્ણ!
લિ., મેહુલ પ્રમોદભાઈ સંઘવી 🙏

Mehulbhai Sanghvi’s Emotional Gratitude Message After Receiving Prestigious National Honor in Mumbai