કપૉળ સમાજના ગૌરવ અને જાણીતા સેવાભાવી અગ્રણી શ્રી ભીખુભાઈ ચીતલીયા (ટ્રસ્ટી, માધવબાગ) ના સૌજન્યથી આયોજિત “વિરાટ પુસ્તક મેળો” ખરેખર પ્રશંસનીય છે.
જાણીતા કવિ ઉદયન ઠક્કરના હસ્તે પુસ્તક મેળાનું ઉદ્ઘાટન ૨૧-૨-૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગે ઉદ્ઘાટન સંપન્ન થયું.
આ મેળામાં ગુજરાતી ભાષાના તમામ જાણીતા લેખકો અને પ્રકાશકોના પુસ્તકોનો મહાસાગર જોવા મળશે. “ગુજરાતી ભાષા જીવશે, ગુજરાતી પુસ્તકો દ્વારા” એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે ભીખુભાઈ ચીતલીયા અને આયોજક એન. એમ. ઠક્કરની કંપની દ્વારા આ સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે
સ્થળ: સરદાર પટેલ ભવન, એસ.વી. રોડ, જવાહર નગર હોલ, સીટી મોલની સામે, ગોરેગાંવ (વે.)
વળતર: ૧૦% થી ૪૦% વળતર
વિગત: ગુજરાતી ભાષાના તમામ લેખકો અને પ્રકાશકોના પુસ્તકોનો મહાસાગર
તારીખ: ૨૧-૨-૨૬ થી ૩-૩-૨૬ સુધી
સમય: દરરોજ સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી
આયોજક: એન. એમ. ઠક્કરની કંપની
સહયોગ: જવાહર નગર કો-હાઉસિંગ સોસાયટી
સૌજન્ય: શ્રી ભીખુભાઈ ચીતલીયા