તારીખ ૧૫-૦૨-૨૦૨૬, રવિવારના રોજ કાંદિવલીના ભુરાભાઇ આરોગ્ય ભવન ખાતે શ્રી ગંગાજળિયાદાદા સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે લઘુ રુદ્રાભિષેકનું અત્યંત ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. સવારના ૧૦:૦૦ વાગ્યાથી જ ‘ૐ નમઃ શિવાય’ ના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ કૈલાશધામ જેવું પવિત્ર બની ગયું હતું.

આ પ્રસંગની વિશેષતા સંગીતમય રંગારંગ કાર્યક્રમ રહ્યો હતો. ભક્તિ અને સંગીતના આ સુમેળથી વાતાવરણ દિવ્ય ઊર્જાથી મહેકી ઉઠ્યું હતું.
લઘુ રુદ્રાભિષેક ભવ્ય મહોત્સવની સફળતા: કપોળ સમાજના વિવિધ મંડળો એક મંચ પર સાથે મળી આયોજન કરે તેવી પ્રબળ શક્યતા”#LaghuRudrabhishek #GrandMahotsav #KapolSamaj #CommunityUnity #ReligiousEvent #SpiritualGathering #DevotionalEvent pic.twitter.com/qHjB9ollS5
— Kapol Community (@KapolCommunity) February 27, 2026
પૂજન બાદ તમામ ભાવિકો માટે શુદ્ધ અને સાત્વિક રસદાર ફરાળી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજન દ્વારા કપોળ સમાજમાં જ્ઞાતિ એકતા અને ધાર્મિક સંસ્કારોના દર્શન થયા હતા.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા અનેક જ્ઞાતિજનોએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, ભવિષ્યમાં કપોળ જ્ઞાતિના વિવિધ મંડળો અને સંસ્થાઓએ ભેગા મળીને કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ.

શ્રી ગંગાજળિયાદાદા સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તુષારભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમાજને સમર્પિત ટીમની અથાક મહેનતને પગલે આ સમગ્ર મહોત્સવ કપોળ જ્ઞાતિ માટે એક યાદગાર સંભારણું બની ગયો છે.