મુંબઈ (બોરીવલી): વૈષ્ણવ જનો, ભક્તિના આંગણે આજે એક સુવર્ણ અવસર રહ્યો છે! મુંબઈના ધબકતા બોરીવલી વિસ્તારમાં આવેલી વ્રજમુરલી નિકેતન (હવેલી) આજે રોશની અને આનંદ થી ઝળહળી રહી છે. આપણા સૌના વહાલા પૂજ્ય શ્રી કાકાજી મહારાજના ૧૦૦મા જન્મ શતાબ્દી મહોત્સવના દિવ્ય મંગલાચરણ થઈ ચૂક્યા છે. સમગ્ર કપોળ સમાજ અને વૈષ્ણવ સૃષ્ટિના હરિભક્તોને આ દિવ્ય સત્સંગનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ છે.
આજે(૩૧ માર્ચ):Divine Vibes(Miss It Not!)
- સમય:બપોરે ૪:૦૦ થી સાંજે ૭:૦૦ દરમિયાન
- શ્રી સવોત્તમ સ્તોત્ર પાઠ:વૈષ્ણવો દ્વારા કરવામાં આવતા સામુહિક પાઠ દ્વારા સમગ્ર હવેલીમાં દિવ્ય ભક્તિનો સંચાર થશે.
- જેજે શ્રીના વચનામૃત: બિરાજમાન શ્રી વલ્લભકુલ બાલકો દ્વારા માર્ગદર્શક અને જ્ઞાનવર્ધક પ્રવચનોની સરવાણી વહેશે.
૨. The Big 100 – ઐતિહાસિક ક્ષણ:૨ એપ્રિલ
- સમય: બપોરે ૩:૦૦ વાગ્યાથી મધરાત ના ૧૨:૦૦ વાગ્યા સુધી
- જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે ‘Once in a Lifetime’ ક્ષણ! પૂજ્ય શ્રી કાકાજી મહારાજના ૧૦૦મા જન્મદિવસ ની ભવ્ય ઉજવણી એ એક શતાબ્દીની ભક્તિ અને તપસ્યાને નમન કરવાનો પવિત્ર અવસર છે.
૩. Garba Night: સૂર, સંગીત અને સત્સંગ (૪ એપ્રિલ)
- સમય: સાંજે ૫:૦૦ વાગ્યા થી
- ઉત્સવનો રંગ જામશે જ્યારે ખ્યાતનામ ગાયક નીલેશ ઠક્કરના સૂરે રાસ-ગરબાની રમઝટ બોલશે.
૪. આચાર્ય ચરણોના વચનામૃત: ૧૧ અને ૧૨ એપ્રિલ
- સમયઃ બપોરે ૪:૦૦ થી ૬:૦૦ દરમિયાન
- શ્રી ગોસ્વામી આચાર્યશ્રીઓના મુખારવિંદ થી વહેતી વચનામૃત ની ધારા હરિભક્તોને પુષ્ટિમાર્ગીય પરંપરા અને સિદ્ધાંતોના ગૂઢ રહસ્યો સમજાવશે.
૫. પ્રાગટ્ય ઉત્સવ – બેવડો મહા ઉત્સવ: ૧૩ એપ્રિલ
આ ભક્તિ યાત્રાનું સર્વોચ્ચ શિખર એટલે ૧૩ એપ્રિલ! આ દિવસે આખું વ્રજમુરલી નિકેતન બેવડા ઉત્સવમાં ડૂબશે:
- જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ.
- આપણા વહાલા શ્રી વ્રજપ્રિયજી મહારાજ (છોટે બાવાશ્રી) નો જન્મદિવસ.
વૈષ્ણવોને ભાવભરી અપીલ
શ્રી કાકાજી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ આપ સૌને હૃદયપૂર્વક વિનંતી કરે છે કે, આ આખા મહિના દરમિયાન યોજાનારા ઉત્સવોમાં આપ સહપરિવાર પધારો. આ કોઈ સામાન્ય મેળવડો નથી, પણ ઠાકોરજીની સેવા અને સત્સંગના રંગે રંગાવાનો અવસર છે. આવો, આપણે સૌ સાથે મળીને આ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવીએ.
સ્થળ: વ્રજમુરલી નિકેતન (હવેલી), બોરીવલી.
શ્રી કાકાજી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ