Home EventsShoppingTata Group’s Big Retail Move: ટાટા ગ્રુપનો નવો ધડાકો: ઝુડિયો અને વેસ્ટસાઈડ બાદ હવે ‘Burnt Toast’ ની ધમાકેદાર એન્ટ્રી! Gen Z અને Gen Alpha મેઈન ટાર્ગેટ
Tata Group’s Big Retail Move Burnt Toast Brand Targets Gen Z & Gen Alpha in Mumbai and Thane

Tata Group’s Big Retail Move: ટાટા ગ્રુપનો નવો ધડાકો: ઝુડિયો અને વેસ્ટસાઈડ બાદ હવે ‘Burnt Toast’ ની ધમાકેદાર એન્ટ્રી! Gen Z અને Gen Alpha મેઈન ટાર્ગેટ

by Akash Rajbhar

મુંબઈ/થાણે: ભારતના રિટેલ ક્ષેત્રના મહારાથી ટાટા ગ્રુપની કંપની ‘ટ્રેન્ટ લિમિટેડ’ ફેશન જગતમાં એક નવી ક્રાંતિ લાવી છે. ૨૦૨૫ના અંતમાં લોન્ચ થયેલી તેમની લેટેસ્ટ બ્રાન્ડ ‘બર્ન્ટ ટોસ્ટ’ હવે મુંબઈ અને થાણેના બજારોમાં ધૂમ મચાવી રહી છે. આ નવી બ્રાન્ડ ખાસ કરીને Gen Z અને Gen Alpha પેઢીને લક્ષ્યમાં રાખીને ટ્રેન્ડી, એક્સપ્રેસિવ સ્ટ્રીટવેર અને એસેસરીઝ પૂરી પાડે છે.

ટાટાએ ગ્રાહકોની જરૂરિયાત મુજબ માર્કેટને વ્યૂહાત્મક રીતે ત્રણ ભાગમાં વહેંચ્યું છે. ઝુડિયો અત્યંત સસ્તું અને સામાન્ય જનતા માટે છે, જ્યારે વેસ્ટસાઈડ પ્રીમિયમ અને મધ્યમથી ઉચ્ચ શ્રેણી માટે છે. ‘બર્ન્ટ ટોસ્ટ’ આ બંને વચ્ચેની મહત્વની કડી સાબિત થશે, જે ઝુડિયોની સસ્તાઈ અને વેસ્ટસાઈડની ક્વોલિટી વચ્ચેનું પરફેક્ટ બેલેન્સ જાળવે છે. આ નવું લેબલ ટ્રેન્ટની ઝડપથી વધતા યુવા ફેશન સેગમેન્ટને કબજે કરવાની ક્ષમતામાં વધારો કરશે.

Tata Group’s Big Retail Move Burnt Toast Brand Targets Gen Z & Gen Alpha in Mumbai and Thane

આજની ડિજિટલ પેઢીની ‘સ્ટ્રીટ સ્ટાઈલ’ અને વ્યક્તિગત ઓળખને ધ્યાનમાં રાખીને તેની સ્પેશિયલ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફેશન ટ્રેન્ડ્સ હવે ભારતીય યુવાનોને અત્યંત પરવડે તેવી (Affordable) કિંમતે ઉપલબ્ધ થશે. ‘બર્ન્ટ ટોસ્ટ’ બ્રાન્ડના સ્ટોર્સનો માહોલ પણ અત્યંત વાઇબ્રન્ટ, આધુનિક અને જીવંત રાખવામાં આવ્યો છે.

બેંગલુરુથી શરૂ થયેલી આ બ્રાન્ડ હવે મુંબઈ અને દિલ્હી જેવા મુખ્ય મેટ્રોપોલિટન શહેરોમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે. જો તમે પણ આ નવી ફેશન સંસ્કૃતિનો અનુભવ કરવા માંગતા હોવ, તો થાણેમાં કાર્યરત આ સ્ટોરની મુલાકાત લઈ શકો છો: UG-16-19, કોરમ મોલ (Korum Mall), સમતા નગર, થાણે વેસ્ટ, થાણે. ટાટાની આ નવી પહેલ ફરી એકવાર સાબિત કરે છે કે તેઓ બદલાતા સમય અને નવી પેઢીની પસંદગી પારખવામાં હંમેશા અગ્રેસર છે.

Leave a Comment