Home NewsNews and PoliticsMumbai BMC new rules 2026: સાવધાન મુંબઈગરા! તમારી એક ભૂલ, ખિસ્સા પર ભારે!
Mumbai BMC new rules 2026

Mumbai BMC new rules 2026: સાવધાન મુંબઈગરા! તમારી એક ભૂલ, ખિસ્સા પર ભારે!

by Akash Rajbhar

મુંબઈ મહાનગરપાલિકા (BMC) હવે ‘ઝીરો ટોલરન્સ’ મોડમાં છે. યાદ રાખો, હવે માત્ર દંડ જ નહીં , ‘સામુદાયિક સેવા’ ની સજા પણ થઈ શકે છે! ચેતવણી નહીં, સીધો દંડ

૩ ફેબ્રુઆરી ૨૦૨૬ થી અમલમાં આવેલા નવા નિયમો મુજબ હવે કોઈ ચેતવણી નહીં, સીધો દંડ થશે!

આ ભૂલો ભૂલથી પણ ન કરતા (દંડની યાદી):

જાહેરમાં થૂંકવું: ₹૨૫૦
રસ્તા પર કચરો ફેંકવો: ₹૫૦૦
જાહેરમાં પેશાબ કરવો: ₹૫૦૦
પાલતુ પ્રાણીઓની ગંદકી (Pet Poop): ₹૧,૦૦૦
કચરો બાળવો (Burning Waste): ₹૧૦,૦૦૦
બાંધકામનો કચરો (Debris) ફેંકવો: ₹૨૦,૦૦૦ થી ₹૨૫,૦૦૦
કચરાનું વર્ગીકરણ ન કરવા બદલ (ઘરગથ્થુ): ₹૨૦૦

ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

સુપરવાઇઝરોની દેખરેખ: ૧૧ ફેબ્રુઆરીથી ક્લીન-અપ માર્શલની જગ્યાએ જુનિયર સુપરવાઇઝરો મેદાનમાં છે. તેમની પાસે દંડ વસૂલવાની પૂરી સત્તા છે. 

 દંડ નહીં તો સેવા: જો દંડ ભરવાના પૈસા નહીં હોય, તો શરમજનક સ્થિતિમાં મુકાવું પડશે – તમારે ‘સામુદાયિક સેવા’ (રસ્તા સફાઈ વગેરે) કરવી પડશે. 

 CCTV નજર: મુંબઈના ૨૪ વોર્ડમાં આધુનિક ટેકનોલોજી અને કેમેરા દ્વારા ગંદકી કરનારાઓને પકડવામાં આવી રહ્યા છે.

મદદ અને ફરિયાદ માટે:

હેલ્પલાઇન નંબર: 1916
એપ્લિકેશન: MyBMC App

યાદરાખો: ગજવામાં કચરો રાખશો તો ચાલશે, પણ રસ્તા પર ફેંકશો તો દંડાશો! તમારી જાગૃતિ જ મુંબઈને સુંદર બનાવશે. 

 

Leave a Comment