Home CommunityKapol Mahakumbh Season 2 2027:”કપોળ મહાકુંભ (SEASON 2) ૨૦૨૭” નું FINALLY બ્યુગલ ફૂંકાઈ ગયું છે!
Kapol Mahakumbh Season 2 2027 The bugle of Kapol Mahakumbh (SEASON 2) 2027 has FINALLY been blown!

Kapol Mahakumbh Season 2 2027:”કપોળ મહાકુંભ (SEASON 2) ૨૦૨૭” નું FINALLY બ્યુગલ ફૂંકાઈ ગયું છે!

by Janvi Soni

 મુંબઈ | ૨૦ એપ્રિલ, ૨૦૨૬

સમાજની આતુરતાનો હવે અંત આવ્યો છે! જેની સમગ્ર કપોળ જ્ઞાતિ ખૂબ જ ઉત્સાહથી રાહ જોઈ રહી હતી, તે મોસ્ટ અવેઈટેડ ઈવેન્ટ એટલે કે ‘કપોળ મહાકુંભ ૨૦૨૭ (સીઝન ૨)’ ની સત્તાવાર જાહેરાત સાથે FINALLY બ્યુગલ ફૂંકાઈ ગયું છે. કાંદિવલી નિવાસી (મૂળ વતન: ડેડાણ) શ્રી વિરલ વિનોદરાય ચિતલિયા અને શ્રીમતી હેમાલી વિરલ ચિતલિયાની અધ્યક્ષતામાં આ મહોત્સવ એકતા અને યુવા શક્તિનો નવો પરચો આપશે. ૨૦૨૩ માં KAPOL YOUTH CON દ્વારા આયોજિત ‘કપોળ મહાકુંભ ૨૦૨3ની ઐતિહાસિક સફળતા પછી, તે જ ભાવના અને દબદબા સાથે કપોળ મહાકુંભ ૨૦૨૭ ના આ મહોત્સવ એકતા, ભક્તિ અને પરંપરાનું નવું શિખર સર કરશે

વિરલભાઈએ કપોળ કમ્યુનિટી ન્યુઝ પોર્ટલ સાથે કરેલી એક ખાસ મુલાકાતમાં ભારપૂર્વક જણાવ્યું હતું”કપોળ સમાજ(Kapol Community) એ  બધાનો જ અમૂલ્ય વારસો છે. આખો સમાજ લુપ્ત થઈ જાય એવી કગારે આવીને ઉભો રહ્યો છે .આજના આધુનિક યુગમાં વિવેક બુદ્ધિ અને લોજીક સાથે લેવાતા નિર્ણયો યુવાનોને આકર્ષી શકે. સમયની માંગ સાથે જો પરિવર્તન ન લાવીએ તો બચેલી યુવા પેઢી પણ સમાજથી દૂર થઈ જશે. સમાજના યુવકોને માત્ર મુક પ્રેક્ષક બનાવી રાખવાને બદલે એક્ટિવ લીડરશીપ અને રિસ્પોન્સીબિલિટી લેતા કરવા ના પ્લેટફોર્મ આપવાની ખૂબ જરૂર છે . વિરલભાઈ ચિતલિયાનું નેતૃત્વ માત્ર કાર્યક્રમો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે યુવાનોના પાયાના પ્રશ્નોને હલ કરવા માટે પ્રતિબદ્ધ છે. આજના સમયમાં બેરોજગારી એ યુવા પેઢી માટે મોટો પડકાર છે મક્કમ ઈરાદા સાથે વિરલભાઈ એક એવી નવી પહેલ કરી રહ્યા છે વિરલભાઈ માટે સમાજ સેવા એ માત્ર જવાબદારી નથી, પણ એક ‘મિશન’ છે. શિક્ષણ હોય કે આરોગ્ય, દરેક ક્ષેત્રમાં તેમણે Innovation (નવીનતા) ને પ્રાધાન્ય આપ્યું છે. તેમનું માનવું છે કે સમાજને ત્યારે જ સશક્ત બનાવી શકાય જ્યારે આપણે મૂળભૂત સુવિધાઓને આધુનિક સમય સાથે જોડીએ.

Kapol Mahakumbh Season 2 2027: The bugle of "Kapol Mahakumbh (SEASON 2) 2027" has FINALLY been blown!

શ્રી વિરલ ચિતલિયા

કપોળ મહાકુંભ (SEASON 2) ૨૦૨૭ જવાબદારીના શિલ્પી

“Leadership is not about being in charge; it’s about making those around you better.”

આ મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી, પણ યુવા પેઢીના ભવિષ્ય માટેની એક નવી આશા છે. વિરલભાઈના વિઝન હેઠળ આ વખતે કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે.

  • બેરોજગારી મુક્ત સમાજ: યુવાનોને JOB અને બિઝનેસ માટે નવું પ્લેટફોર્મ પૂરું પાડી, સમાજમાંથી બેરોજગારી દૂર કરવાની એક ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવશે.
  • Legacy Meets Logic: આપણો અમૂલ્ય વારસો અને આધુનિક યુગનું લોજિક – આ બંનેનો સમન્વય કરી યુવાનોને સમાજની મુખ્ય ધારામાં ફરીથી સક્રિય કરવામાં આવશે.
  • Youth Leadership: યુવાનો હવે માત્ર મૂક પ્રેક્ષક બનીને નહીં રહે, પરંતુ તેઓ જવાબદારી (Responsibility) સ્વીકારી લીડર તરીકે મેદાનમાં ઉતરશે.
ન્યૂઝ હાઈલાઈટ્સ:

મુખ્ય આયોજક: શ્રી વિરલ અને શ્રીમતી હેમાલી ચિતલિયા (ડેડાણ).

લક્ષ્ય: યુવા શક્તિનો ઉદય અને ‘ઝીરો બેરોજગારી’.

જાહેરાત: તારીખ અને સ્થળની વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશે.

“બ્યુગલ વાગી ગયું છે, હવે વારો છે આપણી એકતા અને યુવા શક્તિ બતાવવાનો!” 🌟

આ અહેવાલમાં રજૂ કરવામાં આવેલી વિગતો અને માહિતી જે-તે આયોજક સમિતિ અને સત્તાવાર પ્રેસ રિલીઝ દ્વારા પ્રાપ્ત થયેલ છે. ‘કપોળ કમ્યુનિટી ન્યૂઝ’ (Kapol Community News) માત્ર માહિતીના પ્રસારણનું માધ્યમ છે. આ આયોજનને લગતા અંતિમ નિર્ણયો, તારીખ, સ્થળ અને અન્ય ફેરફારોનો સંપૂર્ણ અધિકાર આયોજક સમિતિ અને શ્રી વિરલ ચીતલીયા તેમજ શ્રી કિર્તીભાઈ મહેતા (SRK Group) પાસે અબાધિત છે. વાચકોને વિનંતી કે કોઈ પણ સત્તાવાર પુષ્ટિ માટે સત્તાવાર હોદ્દેદારોનો સંપર્ક કરવો.

Join Our WhatsApp Channel

Related Posts

Leave a Comment