The Kapol Community News Desk
અમદાવાદ/ગાંધીનગર | વિશેષ અહેવાલ
ભારતીય ફૂડ ઇન્ડસ્ટ્રીને વિશ્વના નકશા પર ગૌરવ અપાવવા માટે પોતાના જીવનના ૬૦થી વધુ વર્ષ સમર્પિત કરનારા શ્રી પ્રકાશકુમાર મહેતાને(Prakash Kumar Mehta) તેમની ૭૩ વર્ષની જીવન સફરના એક યાદગાર પડાવ પર સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. શનિવાર, ૧૮.૦૪.૨૦૨૬ ના રોજ દિવ્ય ભાસ્કર સમૂહ દ્વારા આયોજિત ભવ્ય સમારંભમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેઓને “પ્રાઇડ ઓફ ગુજરાત“ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સંઘર્ષથી સફળતાની અનોખી ઓળખ
ભારતના ખાદ્ય ઉદ્યોગના પ્રદર્શનોને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવા માટે શ્રી પ્રકાશકુમાર મહેતાએ દાયકાઓ સુધી અથાક પરિશ્રમ કર્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ ‘ખાદ્ય ખોરાક‘ પ્રદર્શને માત્ર ઉદ્યોગને ગતિ જ નથી આપી, પરંતુ લાખો લોકો માટે સ્વરોજગારીનું સર્જન કર્યું છે. આ સામાજિક અને આર્થિક યોગદાનની નોંધ લેતા દિવ્ય ભાસ્કર સમૂહ દ્વારા તેમને ‘લીડિંગ એક્ઝિબિશન ઓફ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ‘ તરીકે નવાજવામાં આવ્યા છે, જે સમગ્ર કપોળ સમાજ માટે ગૌરવની બાબત છે.
વારસાનું વટવૃક્ષ: હિમાચલ મહેતા ગ્લોબલ વિઝનપિતાએ રોપેલા ખાદ્ય ખોરાકના વૃક્ષને તેમના પુત્ર વટાવ વૃક્ષ બનાવી દીધું છે મોડર્ન માર્કેટિંગ અને ઇનોવેટિવ આઈડિયા સાથે આ પ્રદર્શનને એવા ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડ્યું છે કે આજે ‘ખાદ્ય ખોરાક’ એ ગ્લોબલ ફૂડ ટેકનોલોજીનું ‘મક્કા‘ બની ગયું છે.
પશુપાલન અને માલધારી સમાજ માટે આશીર્વાદ
આ પ્રદર્શનની સૌથી હૃદયસ્પર્શી બાજુ એ છે કે તે છેવાડાના પશુપાલકો સુધી પહોંચ્યું છે. ગુજરાતના રબારી, માલધારી અને પશુપાલક ભાઈઓ માટે હિમાચલ મહેતા અને ડેરી ટેકનોલોજીના એવા દ્વાર ખોલ્યા છે, જેનાથી તેઓ પોતાના દૂધ-દહીંના વ્યવસાયને આધુનિક ફેક્ટરીમાં બદલી આત્મનિર્ભર બની રહ્યા છે.

આ એક્ઝિબિશનમાં ફૂડ ઇન્ડસ્ટ્રીની એવી કોઈ INDIAN બ્રાન્ડ નહીં હોય જે જોવા ન મળે. ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ્સ માટે અહીં તકોનો ખજાનો છે,આઈસ્ક્રીમ, ફ્રોઝન ફૂડ, ડેરી પ્રોડક્ટ્સ, નાસ્તા અને Ready to Eat આઈટમ્સ, ફૂડ પ્રોસેસિંગ, પેકેજિંગ મશીનો અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ,મસાલા અને નાસ્તા જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેમના માટે આ પ્રદર્શન એક આશીર્વાદ સમાન છે. તમે જે પણ વિચારી શકો તે તમામ મશીનરી અને પ્રોડક્ટ્સ અહીં ઉપલબ્ધ હોય છે, જે સાહસિકોને બજારમાં મક્કમતાથી ટકી રહેવા મદદરૂપ થાય છે. ‘ખાદ્ય ખોરાક’ પ્રદર્શને ભારતીય ફૂડ ઇન્ડસ્ટ્રીને ખરા અર્થમાં આધુનિકતાના પંથે અગ્રેસર કરી છે.
Disclaimer ધ કપોળ કમ્યુનિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા સમાચાર, લેખ, જાહેરાતો અને અન્ય માહિતીનો હેતુ માત્ર સામુદાયિક જાગૃતિ અને માહિતી પૂરી પાડવાનો છે. વાચકોએ કોઈપણ વ્યવસાયિક કે વ્યક્તિગત નિર્ણય લેતા પહેલા તેની સ્વતંત્ર રીતે ચકાસણી કરી લેવી.