‘કપોળ કમ્યુનિટી’ ડિજિટલ ન્યૂઝ પોર્ટલ વતી અમે કપોળ સમાજના અનુભવી કલમવીરો, વિચારકો તેમજ નવા લેખકોને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. જો આપ લખવાની રુચિ ધરાવો છો, તો આ મંચ આપના માટે પણ છે.
અમે ઈચ્છીએ છીએ કે આપણા સમાજની ગરિમા અને સંસ્કારોને આપના શબ્દો દ્વારા નવી ઓળખ મળે. આપ નીચે આપેલા કોઈ પણ વિષય પર આપના મૌલિક વિચારો ૨૦૦ થી ૨૫૦ શબ્દોમાં મોકલી શકો છો:
📝 લેખન માટેના સૂચિત વિષયો:
૧. આપણા સમાજની લાક્ષણિકતા અથવા “કપોળ એટલે શું?” ૨. આધુનિક યુગ અને કપોળ પરંપરા: સંસ્કૃતિ અને નવી પેઢી. ૩. વ્યાપારિક સૂઝબૂઝ: શૂન્યમાંથી સર્જન કરનારા કપોળ સાહસિકો. ૪. સેવા પરમો ધર્મ: દાનવીરતા અને સામાજિક જવાબદારીનો ઇતિહાસ. ૫. ડિજિટલ યુગમાં સંગઠન: ટેકનોલોજી દ્વારા સમાજને જોડવાના ફાયદા. ૬. કપોળ મહિલાઓનું પ્રદાન: શિક્ષણ, વ્યવસાય અને ઘરના સંચાલનમાં ભૂમિકા. ૭. આપણા ઉત્સવો: કપોળ સમાજની ઉજવણીની આગવી શૈલી. અથવા તો આ સિવાયના અન્ય વિષયો
📌 નોંધ: હાલમાં લેખ સામાન્ય (General) વિષયો પર જ મોકલવા વિનંતી, કારણ કે આગામી સમયમાં આપણે ‘વ્યક્તિ વિશેષ’ અને ‘સેવા વિશેષ’ શ્રેણી અલગથી શરૂ કરવા જઈ રહ્યા છીએ.
આપણો ઉદ્દેશ્ય સમાજની એવી પ્રતિભાઓ અને સંસ્થાઓને ઉજાગર કરવાનો છે જેઓ નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરી રહ્યા છે. જો આપની આસપાસ કોઈ એવી વ્યક્તિ કે સંસ્થા હોય જે સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહી હોય, તો તેમની વિગતો અમને ચોક્કસ જણાવશો.
🎬 ડિજિટલ આકર્ષણ:
Interesting અને લોકભોગ્ય લેખને ‘The KAPOL COMMUNITY News’ દ્વારા એક નવું જ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે:
• પ્રોફેશનલ વીડિયો: લેખના મુખ્ય અંશોને વણી લેતો સ્પેશિયલ વીડિયો તૈયાર કરાશે.
• આકર્ષક રીલ્સ: સોશિયલ મીડિયા માટે લેખકના વોઈસઓવર (Voiceover) અથવા મ્યુઝિક સાથેની ક્રિએટિવ રીલ્સ બનાવવામાં આવશે.
• ડિજિટલ પ્રસિદ્ધિ: આ વીડિયો અને રીલ્સને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર જ્ઞાતિના તમામ ગ્રુપોમાં વાયરલ કરવામાં આવશે.
👤 લેખની સાથે મોકલવાની વિગતો:
આપના લેખ સાથે એક ટૂંકો પરિચય અને પાસપોર્ટ સાઈઝ ફોટો મોકલવા વિનંતી છે:
• આપનું પૂરું નામ
• વ્યવસાય / શિક્ષણ
• લેખન ક્ષેત્રે અનુભવ / રુચિ / સિદ્ધિ
• રહેઠાણ (શહેર)
આવો, સાથે મળીને આપણા વારસાને શબ્દબદ્ધ અને Digitalize કરીએ!
📩 સંપર્ક અને લેખ મોકલવા માટે: +91 80994 09004 The KAPOL COMMUNITY News Desk ✍️
⚠️ વિશેષ નોંધ: લેખ પ્રસિદ્ધ કરવા અંગેનો આખરી નિર્ણય ‘The KAPOL COMMUNITY News Portal’ ની એડિટોરિયલ ટીમનો રહેશે.