Kapol Community

Purushottam Maas Celebration:બોરીવલીમાં મહારાણીજીનું આગમન: ‘દૈવી ઇટરનિટી હૉલ’ ખાતે શ્રી શાંડિલ્ય ગોત્રીય કપોળ સમાજનું ભવ્ય આયોજન

Purushottam Maas Celebration: Arrival of Maharaniji in Borivali: Grand celebration organized by Shri Shandilya Gotriya Kapol Samaj at 'Divine Eternity Hall'

The KAPOL COMMUNITY News Desk / શ્રી શાંડિલ્ય ગોત્રીય કપોળ સમાજ

શ્રીકૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા, વંદુ શ્રી યમુનાજીને…”

શ્રીકૃષ્ણના ચરણો થકી શ્રી જ્હાન્વી ઉત્પન્ન થયા, સત્સંગ પામ્યા આપનો ને સિદ્ધિદાયક થઈ ગયા,

એવું માહાત્મ્ય છે આપનું, સરખામણી કોઈ શું કરે!”

મુંબઈ (બોરીવલી): શ્રીકૃષ્ણના ચરણારવિંદની રજથી જે અત્યંત શોભાયમાન છે અને ભક્તોને અલૌકિક સિદ્ધિ પ્રદાન કરનાર છે, એવા શ્રી યમુના મહારાણીજીના સાનિધ્યમાં ભક્તિ અને સામાજિક એકતાના સમન્વય સાથે, શ્રી શાંડિલ્ય ગોત્રીય(Shandilya gotriya) કપોળ સમાજ દ્વારા આગામી પવિત્ર અધિક માસ(Adhik Maas) નિમિત્તે એક દિવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પુષ્ટિમાર્ગીય સંસ્કારો અને કપોળ સમાજ ની અતૂટ શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ આગામી ૨૪ મે ના રોજ બોરીવલીમાં રચાશે. શ્રી શાંડિલ્ય ગોત્રીય કપોળ સમાજ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ‘શ્રી લોટીજી મહોત્સવ’, ‘ચુંદડી મનોરથ’ અને ભવ્ય ‘મહારાસ’ નું આયોજન કરવામાં આવ્યું છે.

અધિક માસ અને શ્રી યમુનાજીનો મહિમા

હિન્દુ પંચાંગ મુજબ સૂર્ય અને ચંદ્ર વર્ષ વચ્ચેના તફાવતને સરભર કરવા દર ત્રણ વર્ષે આવતા આ ‘અધિક માસ’ને ભગવાન વિષ્ણુએ પોતાનું નામ ‘પુરુષોત્તમ માસ’ આપ્યું છે. પુષ્ટિમાર્ગીય પરંપરામાં આ માસ દરમિયાન શ્રી યમુનાજીની ભક્તિનું વિશેષ મહત્વ છે. શ્રી યમુનાજી ઠાકોરજીની સૌથી પ્રિય પટરાણી છે અને તેમની પૂજા-સ્તુતિ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્નતા ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થાય છે તેમ માનવામાં આવે છે.

શ્રી લોટીજી મહોત્સવ અને ચુંદડી મનોરથ

અધિક માસમાં ઠેર-ઠેર શ્રી લોટીજી મહોત્સવ યોજાય છે, જેમાં પવિત્ર જળ ભરેલી લોટીમાં સાક્ષાત્ યમુનાજીનું આવાહન કરી પૂજન કરવામાં આવે છે. આ મહોત્સવ દ્વારા જે ભક્તો વ્રજમાં જઈને યમુના પાન કે સ્નાન નથી કરી શકતા, તેમને ઘરે બેઠા જ તેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પાવન અવસરે શ્રી યમુનાષ્ટક પાઠ અને પૂજા-અર્ચના સાથોસાથ શ્રી યમુનાજીના સાનિધ્યમાં અલૌકિક શ્રી ચુંદડી મનોરથ નું પણ વિશેષ આયોજન રાખવામાં આવ્યું છે. જીવનમાં આનંદની લહેરખી લાવતા આ મહોત્સવમાં ‘મહારાસ’ (Dandiya Garba) ની પણ ભવ્ય જમાવટ થશે.

 લોટીજી મહોત્સવ, ચુંદડી મનોરથ, મહારાસ  કાર્યક્રમની વિગત:

 

Purushottam Maas Celebration Arrival of Maharaniji in Borivali Grand celebration organized by Shri Shandilya Gotriya Kapol Samaj at 'Divine Eternity Hall'

મહોત્સવના વિશેષ આકર્ષણો: આ પાવન અવસરે

રજીસ્ટ્રેશન અને સંપર્ક: વ્યવસ્થા જાળવવા માટે મર્યાદિત સંખ્યામાં સભ્યોની નોંધણી રાખવામાં આવી છે. રસ ધરાવતા સભ્યોએ ‘વહેલા તે પહેલા’ ના ધોરણે ન્યોછાવરની રકમ ભરી તુરંત સંપર્ક કરવા વિનંતી છે.

સંપર્ક સૂત્ર:

જય શ્રી કૃષ્ણ | જય જય શ્રી મહારાણી યમુનાજી

ડિસ્ક્લેમર: The KAPOL COMMUNITY News Desk દ્વારા પ્રકાશિત તમામ માહિતી આયોજકો દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો પર આધારિત હોવાથી, કોઈપણ આર્થિક વ્યવહાર કે નોંધણી કરતા પહેલા સત્તાવાર સંપર્ક નંબર પર ખાતરી કરી લેવા નમ્ર વિનંતી છે; કાર્યક્રમના સમય અથવા સ્થળમાં ફેરફાર માટે ન્યૂઝ ડેસ્ક જવાબદાર રહેશે નહીં.

Exit mobile version