Kapol Community

Kapol Sahitya:શ્યામલ નભ, શ્વેત ચાંદની : જાણે  કૃષ્ણ ને રાધા તમે જાણો છો? મારાં ગીતોએ રૂપ સૃષ્ટિનું ધર્યું …

Kapol SahityaShyamal Nabh, Shweta Chandni Do you know Krishna and Radha My songs have taken the form of creation…

The KAPOL COMMUNITY News Desk Kapol Sahitya: હું કપોળ

શ્રી અવિનાશ પારેખ: બહુમુખી પ્રતિભાનો પરિચય

બૌદ્ધિકતા જેની ઓળખ છે અને સર્જનશીલતા જેનો સ્વભાવ – અવિનાશભાઈ પારેખ(Avinash Parekh) બહુમુખી વ્યક્તિત્વ છે  સમાજનું કદાચ કોઈ એવું ક્ષેત્ર બાકી નહીં હોય, જ્યાં અવિનાશભાઈના રચનાત્મક ‘છેડા’ અડતા ન હોય!”જેમના વ્યક્તિત્વને શબ્દોમાં કંડારવું હોય તો આખું પુસ્તક પણ ઓછું પડે અને જેમની જીવનયાત્રા પર ચાર-ચાર એપિસોડની ડોક્યુમેન્ટરી બને તો પણ વ્યાપ અધૂરો લાગે – એવા કપોળ સમાજના ‘લિવિંગ લિજેન્ડ’ એટલે અવિનાશભાઈ પારેખ.વ્યવસાયે એક સફળ આર્કિટેક્ટ હોવાના નાતે, તેમની પાસે જે ‘સ્ટ્રક્ચરલ’ દ્રષ્ટિ છે, તેનો નિચોડ તેમના પત્રકારત્વ અને સાહિત્યમાં પણ સ્પષ્ટ દેખાય છે. સમાજનું કોઈ એવું રચનાત્મક ક્ષેત્ર બાકી નથી જ્યાં અવિનાશભાઈના વિચારોના ‘છેડા’ અડતા ન હોય.દાયકાઓ પહેલા ‘અભિયાન’, ‘સમાંતર પ્રવાહ’ અને ‘બિઝનેસ અભિયાન’ દ્વારા તેમણે ગુજરાતી જર્નાલિઝમમાં આધુનિક યુગનો પ્રારંભ કર્યો હતો. કાંદિવલી (ઈસ્ટ) ના આશાનગર સ્થિત વ્રજ વિહાર વૈષ્ણવ હવેલી ના મુખ્ય ટ્રસ્ટી તરીકે શ્રી અવિનાશભાઈ આજે પણ આ આધ્યાત્મિક વારસાને અત્યંત નિષ્ઠાપૂર્વક જાળવી રહ્યા છે. પુષ્ટિ સંપ્રદાયનું ગહન જ્ઞાન ધરાવતા અવિનાશભાઈએ બે દાયકા પહેલા મુંબઈ યુનિવર્સિટીના ‘વલ્લભવેદાંત એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર’ ખાતે ‘વૈષ્ણવિઝમ કોર્સની શરૂઆત કરાવી હતી. તેમનું સંમોહિત વ્યક્તિત્વ અને અમાપ બૌદ્ધિકતા (Intellectual Level) સાહિત્યના આકાશમાં પણ તેજસ્વી તારાની જેમ ચમકે છે.

અઋણાનુબંધ (૧૨.૧૨.૨૦૦૭) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે.

ગઝલ, ગીત હાઈકુ તેમની સંવેદનાઓનો અરીસો છે, ‘એકલતામાંથી એકાંત તરફની સફર

તને, મને એને એને પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને માનવીય સંવેદનાઓનું ખૂબ સુંદર સુંદર સમન્વય જોવા મળે છે.

તેમની  મૌલિક અને હૃદયસ્પર્શીહાઈકુ રચના અહીં પ્રસ્તુત છે:

 

kapol-sahityashyamal-nabh-shweta-chandni-do-you-know-krishna-and-radha-my-songs-have-taken-the-form-of-creation

રચયિતા :અવિનાશ પારેખ

સંપર્ક વિગતો (Contact Details)

(Residence) સરનામું: સિદ્ધાર્થ, ખંડેલવાલ સોસાયટી, શંકર લેન, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ – ૪૦૦૦૬૭.

ઈમેલ: avipar@hotmail.com

મોબાઈલ: ૯૮૨૧૨૧૮૧૮૭

(Disclaimer): આ વિભાગમાં પ્રકાશિત થયેલ લેખ કે સાહિત્યિક કૃતિ સંપૂર્ણપણે આ સામગ્રી લેખક દ્વારા પ્રદાનિત અને તેમના અંગત અભિપ્રાયો છે. ‘કપોળ ન્યૂઝ પોર્ટલ’ આ સામગ્રીની ચોકસાઈ, સંપૂર્ણતા અથવા માન્યતા માટે જવાબદાર નથી. આ લેખના પ્રકાશનનો હેતુ માત્ર જ્ઞાતિના સાહિત્ય અને વ્યક્તિગત સિદ્ધિઓને પ્રોત્સાહન આપવાનો છે, તેનો પોર્ટલની સત્તાવાર નીતિ કે અભિપ્રાય સાથે કોઈ સંબંધ નથીછ.

Exit mobile version