Kapol Community

Legal Awareness India: “વકીલોને કહી દો કે હવે માથું ના મારે, હું એવો અસીલ છું, જેને ગુનાઓ ઓળખે છે! કરી છે મેં ભૂલો એવી તો ભારે કે, ન કરી વસિયત, ને વારસો કોરટે જઈ બાખડે છે!!”

Legal Awareness India: વસિયતનામું – વર્તમાન સમય નો તકાજો

“Not making a will leads to costly mistakes and family disputes in court.”

મુંબઈ: સાહિત્ય અને કાયદાના ક્ષેત્રમાં ભાગ્યે જ જોવા મળતી એક વિરલ ઘટનામાં, હાઈકોર્ટના જાણીતા એડવોકેટ અને લેખક શ્રી અશ્વિનભાઈ પારેખ લિખિત પુસ્તિકા વિલ – વસિયતનામું શું કામ?’ એ લોકપ્રિયતાના તમામ શિખરો સર કર્યા છે. મુંબઈથી પ્રકાશિત થયેલી આ પુસ્તિકાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઓગસ્ટ ૨૦૨૩ થી ઓક્ટોબર ૨૦૨૩ સુધીના માત્ર મહિનાના ટૂંકા ગાળામાં તેની ચાર આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે.

સામાજિક અનિવાર્યતા અને જાગૃતિ આજના દોડધામભર્યા અને અનિશ્ચિત સમયમાં મિલકતના વિવાદો કુટુંબોમાં કડવાશ અને વિખવાદનું મુખ્ય કારણ બની રહ્યા છે. આ સામાજિક જટિલતાને સમજીને શ્રી અશ્વિનભાઈ પારેખે આ પુસ્તિકા દ્વારા સમાજને એક નવી દિશા ચીંધી છે. પ્રા. અશ્વિનભાઈ મહેતા નોંધે છે તેમ, આ પુસ્તિકા વર્તમાન સમયનો તકાજો છે. લેખકે કાયદાની જટિલ આંટીઘૂંટીઓને બખૂબી સમજીને તેને અત્યંત સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરી છે, જે વિલ બનાવનાર માટે અમૂલ્ય માર્ગદર્શન સાબિત થઈ રહ્યું છે.

કાયદાકીય સાહિત્યમાં સીમાચિહ્ન સામાન્ય રીતે સાહિત્યિક પુસ્તકોની અનેક આવૃત્તિઓ થતી હોય છે, પરંતુ એક ગંભીર અને કાયદાકીય વિષય પરની પુસ્તિકાની માત્ર ૯૦ દિવસમાં આવૃત્તિઓ બહાર પાડવી એ એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ સફળતા સાબિત કરે છે કે જો માહિતી સચોટ અને ભાષા સરળ હોય, તો વાચકો જટિલ વિષયોમાં પણ ઊંડો રસ દાખવે છે.

પરિવાર માટે સુરક્ષા કવચ લેખકની દીર્ઘદ્રષ્ટિ અને વાચકોના મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી એ સ્પષ્ટ થાય છે કે આ પુસ્તિકા માત્ર એક કાયદાકીય દસ્તાવેજ નથી, પરંતુ દરેક પરિવાર માટે એક આવશ્યક માર્ગદર્શિકા બની ગઈ છે.

એડવોકેટ અશ્વિનભાઈ પારેખે કાયદાની જટિલ આંટીઘૂંટીઓને બખૂબી સમજીને તેને અત્યંત સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરી છે. પ્રા. અશ્વિનભાઈ મહેતા નોંધે છે તેમ, આ પુસ્તિકા વર્તમાન સમયનો તકાજો છે. લેખકે સામાજિક અને કાયદાકીય બંને પાસાઓનું ધ્યાન રાખીને માર્ગદર્શન આપ્યું છે, જે વિલ બનાવનાર માટે અમૂલ્ય સાબિત થઈ રહ્યું છે.

સમાજ ઉપયોગી આ પુસ્તકની છેલ્લે ડિજિટલ આવૃત્તિ કરનારા એડવોકેટ સાહેબ હવે આપણી વચ્ચે હયાત નથી. આટલું સરસ અને લોકભોગ્ય પુસ્તક લખનારા એડવોકેટ સાહેબનું નિધન એ સમાજ માટે મોટી ખોટ છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.

Legal Awareness India “Tell the lawyers not to beat their heads anymore, I am a client who knows crimes! I have made mistakes so serious that I did not make a will, and the inheritance is being thrown away in court!!”

કપોળ ન્યૂઝના વાચકો માટે પ્રો. અશ્વિનભાઈ મહેતા દ્વારા મોકલાવેલી ખાસ લિંક

લિંક પર ક્લિક કરો:  તો તેના પર સીધું ક્લિક કરવાથી પુસ્તક  ખુલી જશે.

રજૂઆત (પુસ્તક પરિચય): પ્રા. શ્રી અશ્વિનભાઈ મહેતા, (પૂર્વ અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, મીઠીબાઈ કોલેજ, વિલે પાર્લે, મુંબઈ.:

વકીલોને કહી દો કે હવે માથું ના મારે, હું એવો અસીલ છું, જેને ગુનાઓ ઓળખે છે! કરી છે મેં ભૂલો એવી તો ભારે કે, કરી વસિયત, ને વારસો કોરટે જઈ બાખડે છે!!”

સનિષ્ઠ વકીલ અને વેરા નિષ્ણાત શ્રી અશ્વિનભાઈ પારેખની પુસ્તિકા વિલ – વસિયતનામું શું કામ” વાંચતાં ઉપરનું મનઘડંત મુક્તક લખાઈ ગયું.

કપોળ સમાજ દર્પણના તંત્રી નીલા સંઘવી:  સમાજોપયોગી” , દરેક વયસ્ક વ્યક્તિએ આ પુસ્તિકા વાંચીને તે મુજબ વિલ બનાવવું જોઈએ જેથી અંતિમ સમય બાદ પરિવારમાં કોઈ તકલીફ ન પડે.

અનંતભાઈ દોશી (લોનાવાલા કપોળ સેનીટોરીયમવાળા – હાલ પુના) આશીર્વચન:

અશ્વિનભાઈએ એકદમ સરળ ગુજરાતી ભાષામાં લખેલી પુસ્તિકા બધા વાચકોને ખુબ ગમશે અને ઉપયોગી નીવડશે એવી મને ખાતરી છે. વધુમાં વધુ લોકો પુસ્તિકાને વાંચે અને અશ્વિનભાઈની મહેનત સફળ થાય એવી શુભેચ્છા.

વાચકો શું કહે છે!!!?

ડો. યશવંત ત્રિવેદી- સુપ્રસિદ્ધ સાહિત્યકાર: “આ પુસ્તિકા લખીને ભાઈ અશ્વિન પારેખે જીવનની ધન્યતા મેળવી છે. હું તો એમ કહીશ કે ગુર્જરીના પ્રાંગણમાં એમણે સુવર્ણ શિખર સર કર્યા છે ..”

રોહિતભાઈ શેઠ: “એક અદ્ભુત કાર્ય” વિપુલભાઈ દોશી: “સર્જનાત્મક અને રચનાત્મક કાર્ય” ભુપતભાઈ સંઘવી: “આ પુસ્તક લખીને તમે સમાજ કલ્યાણનું કામ કર્યું છે.”

રમેશ પટેલ : પુસ્તક વાંચવાની ઉંમરે તમે પુસ્તક લખીને યુવાન પેઢી માટે તમે એક આદર્શ ઉદાહરણ આપ્યું છે

પંકજભાઈ વળીયા: “ …..એકજ વખતમાં વાંચી નાખી. સરળ ભાષામાં સચોટ દ્રષ્ટાંત-દાખલા સાથે આટલી જટિલ વાતો પણ સ્પષ્ટ રીતે સમજાય ગઈ. નાની નાની વાતોનું પણ વિશિષ્ટ છણાવટ કરી છે.”

પ્રોફેસર ફારુક વોરા: “મેં આખી બુક વાંચી. ખુબજ સરળ ભાષામાં તમામ ઉપયોગી તેવી માહિતી આપેલ છે.”

મધુસુદન મહેતા: “વિલ ને લગતી દરેક બાબતોની બહુ સરસ રીતે છણાવટ કરી છે” વિનોદભાઈ દોશી: “A PERFECT BOOK FOR WILL”

બી.ડી. પટેલ: “VERY NICE AND USEFUL TO EVERYONE. NICE WORK. PROUD OF YOU, SIR.”

માધુરીબેન ગોરડિયા: મને બહુ ગમ્યું. બહુ સરસ લાગ્યું”

અજય મહેતા: “એકજ વારમાં વાંચી લીધું. બહુ જ સરસ તથા સરળ શબ્દોમાં વિલ વિશેની માહિતી આપી છે જે સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે. આવા સારા પુસ્તક બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ .”

શરદભાઈ કાપડિયા-સુરત: બહુજ માહિતી સભર અને ઉપયોગી પુસ્તિકા. નાના-મોટા બધા જે પોતાના કુટુંબમાં સુખ શાંતિ ઈચ્છે છે એમને બહુજ ઉપયોગી નીવડશે. આમાં આપેલી સલાહ જો માનવા માં આવે તો ઘણાં બધાં કેસો કોર્ટ જતા અટકશે.” (અંગ્રેજી માંથી ગુજરાતી માં કરેલ તરજુમો).

પારૂલબેન ગોરસિયા – ભાવનગર: ખુબજ સરળ ભાષામાં તમે જે કઈ સમજાવ્યું એ માર્ગદર્શન કોઈએ આજ સુધી નથી આપ્યું.

શ્રી બી.ડી. પટેલ – ગોધરા: બહુજ સરસ છે. મને તમારા માટે બહુ જ ગર્વ છે. આપની આ પુસ્તિકા મને, પુરા ગુજરાત રાજ્ય અને પુરા ભારત દેશને બહુજ ઉપયોગી નીવડશે. અને સંપત્તિ વિશેનાં ઘણા બધા કૌટુંબિક પ્રશ્નો નો ઉકેલ મળશે. (અંગ્રેજીમાંથી તરજુમો)

જયંતભાઈ અંબસાણા – રાજકોટ: “…..આજના સમયમાં ખુબ ખુબ ઉપયોગી, જરૂરી અને માર્ગદર્શક છે. ભાષા સરળ, સૌ સમજી શકે તેવી છે. આવું ઉપયોગી પુસ્તક તૈયાર કરીને આપશ્રીએ સમાજનાં અસંખ્ય પરિવારોની મદદ કરીને ઉમદા સેવા કરી છે…..”

 

Disclaimer: આ માહિતી માત્ર જાગૃતિ માટે છે અને લેખકના અંગત અભિપ્રાયો પર આધારિત છે. કોઈપણ કાયદાકીય નિર્ણય લેતા પહેલા કે ‘વિલ’ તૈયાર કરતા પહેલા તમારા વકીલની સલાહ લેવી અનિવાર્ય છે. આ માહિતીના ઉપયોગથી થતા કોઈ પણ કાયદાકીય પરિણામો માટે કપોળ કમ્યુનિટી ન્યૂઝ જવાબદાર રહેશે નહીં

Exit mobile version