મુંબઈ- ભાયંદર: “કરતા રહો પુણ્યના કામ, લેતા રહો પ્રભુના નામ!” આ સૂત્રને સાર્થક કરવા શ્રી ભાયંદર કપોળ મહિલા મંડળ અને શ્રી ભાયંદર કપોળ મંડળના સાથ સહકાર દ્વારા નાસિક(Nashik) યાત્રા નું આયોજન કરેલ છે જે તારીખ 26 મે 2026, મંગળવાર ના રાખેલ છે. પવિત્ર અધિક માસના પાવન અવસરે નાસિકના બેઠકજી અને ત્રંબકેશ્વર(Trambakeshwar) મહાદેવના દર્શનનો આ એક ગોલ્ડન ચાન્સ છે! તીર્થસ્થાન નાસિકમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજીના દર્શન, પવિત્ર ગોદાવરી નદીમાં સ્નાન અને જ્યોતિર્લિંગ શ્રી ત્રંબકેશ્વર મહાદેવના દર્શનનું અનન્ય અને વિશેષ મહત્વ રહેલું છે યાત્રામાં ગોદાવરી પવિત્ર નદીમાં સ્નાન, બેઠકજીના દર્શન, ભોજન પ્રસાદ, ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી મોડી રાત્રે ઘર તરફ પ્રયાણ નો સમાવેશ થાય છે.
શું હશે આ યાત્રામાં ખાસ? આ યાત્રા ભક્તિ અને શાંતિનો પરફેક્ટ ડોઝ સાબિત થશે. શ્રદ્ધાળુ બહેનો માટે આખું શિડ્યુલ નીચે મુજબ પ્લાન કરવામાં આવ્યું છે:
- બેઠકજી દર્શન: નાસિકમાં(Nashik) શ્રી મહાપ્રભુજીના ચરણસ્પર્શ અને દર્શનનો લ્હાવો.
- હોલી ડિપ: પવિત્ર ગોદાવરી(Godavari) નદીમાં આસ્થાભેર સ્નાન.
- મહાદેવની શરણમાં: જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર મહાદેવના પાવન દર્શન.
- ફૂડ & મોર: આખો દિવસ ભક્તિ સાથે શુદ્ધ ભોજન પ્રસાદની જયાફત.
યાત્રા ફી (All Inclusive):
કપોળ બહેનો માટે: ₹ 1300/-
ગેસ્ટ બહેનો માટે: ₹ 1700/-
બુકિંગ ડાયરી (નોંધ કરી લેજો!): યાત્રામાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે:
- ક્યારે: 18 મે 2026, સોમવાર
- સમય: સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધી
- ક્યાં: કપોળ વાડી, ભાયંદર (વેસ્ટ)
ટ્રાવેલ અપડેટ: પ્રસ્થાનની મહત્વની વિગતો
- યાત્રા પ્રસ્થાન: 26 મે 2026, મંગળવાર.
- પીક-અપ પોઈન્ટ: બેંક ઓફ બરોડા, ગીતા નગર, ભાયંદર (વેસ્ટ).
- રિપોર્ટિંગ ટાઈમ: સવારે શાર્પ 5:00 વાગ્યે બસ ઉપડી જશે. (ખાસ નોંધ: સમયનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, મોડા આવનારની રાહ જોવામાં આવશે નહીં.)
- આકસ્મિક ફેરફાર: વર્તમાન વૈશ્વિક સંજોગો કે અનિવાર્ય કારણોસર મંડળ દ્વારા આયોજનમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે તો તે દરેક યાત્રિકોને માન્ય રાખવા વિનંતી છે.
ચલો બહેનો, થઈ જાઓ રેડી એક ભક્તિમય સફર માટે! વધુ વિગતો માટે મંડળના પ્રતિનિધિઓનો સંપર્ક કરી શકો છો.
(Disclaimer) આ માહિતી આયોજક મંડળ દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો પર આધારિત છે. ‘કપોળ COMMUNITY ન્યૂઝ પોર્ટલ’ માત્ર માહિતી પ્રસારણનું માધ્યમ છે. યાત્રાના બુકિંગ, નાણાકીય વ્યવહાર કે સેવાઓની ગુણવત્તા બાબતે ન્યૂઝ ડેસ્ક કોઈ જવાબદારી લેતું નથી. પ્રવર્તમાન સંજોગો કે અનિવાર્ય કારણોસર આયોજનમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર મંડળ પાસે અબાધિત રહેશે. વાચકોને વિનંતી છે કે બુકિંગ કરતા પહેલા તમામ વિગતોની આયોજકો પાસે ખાતરી કરી લેવી.
