Site icon Kapol Community

Shree Gangajaliyadada Patotsav: સંઘવી સમાજ માટે સુવર્ણ અવસર! અમૂલ્ય જાત્રા, વિનામૂલ્યે!!

Shree Gangajaliyadada Patotsav: શ્રી ગંગાજળિયાદાદાની પ્રેરણાથી પાટોત્સવ અને શ્રી નાથદ્વારાની જાત્રા પાટોત્સવની સાથે શ્રીનાથદ્વારાની જાત્રાનું ‘બોનસ’

Shree Gangajaliyadada Patotsav A golden opportunity for the Sanghvi community! A priceless pilgrimage, free of charge!!

Shree Gangajaliyadada Patotsav A golden opportunity for the Sanghvi community! A priceless pilgrimage, free of charge!!

 The Kapol Community News Desk | ShreeGangajaliyadada/ Sanghvi samaj

મુંબઈ: સંઘવી કપોળ સમાજમાં અત્યારે એક નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રમુખ શ્રી તુષારભાઈ સંઘવીના કુશળ વડપણ હેઠળ સમાજમાં નિત નવા અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તુષારભાઈના વિઝનરી નેતૃત્વમાં સમાજ એક નવી ઊંચાઈ સર કરી રહ્યો છે. સંઘવી કપોળ સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવાતા કુળદેવતા શ્રી ગંગાજળિયાદાદાના પાટોત્સવની આ વર્ષે અત્યંત ધામધૂમથી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે પાટોત્સવની સાથે સંઘવી પરિવારના સભ્યો માટે શ્રીનાથદ્વારાની જાત્રા પણ ‘બોનસ’ તરીકે જોડવામાં આવી છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહનો માહોલ જગાવી રહી છે.

મુખ્ય આકર્ષણ એ છે કે શ્રી ગંગાજળિયાદાદાની પ્રેરણાથી પાટોત્સવ અને શ્રી નાથદ્વારાની જાત્રા માટે સંઘવી પરિવારના ૨૦૦ (બસો) વ્યક્તિઓને સંપૂર્ણ ફ્રી (વિનામૂલ્યે) લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મહત્વની વિગતો:

આગામીઆલા ગ્રાન્ડઆયોજનો: તુષારભાઈ સંઘવીએ સંકલ્પ કર્યો છે કે સમગ્ર વર્ષ દરમિયાન સમાજના ઉત્કર્ષ અને સંગઠન માટે અનેક આલા ગ્રાન્ડ (ભવ્યાતિભવ્ય) કાર્યક્રમો યોજવામાં આવશે. શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે નવા આયામો પ્રસ્થાપિત કરી સંઘવી સમાજને વધુ મજબૂત બનાવવાની તેમની આ નેમ ખરેખર પ્રશંસનીય છે. સમાજના સભ્યોમાં પણ તુષારભાઈના આ નવા અભિગમ અને ‘એક્શન-ઓરિએન્ટેડ’ કાર્યશૈલીને લઈને ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે.

અમૂલ્ય અવસર ચૂકી જતા ! સંઘવી સમાજના ભાઈ-બહેનો માટે ખાસ નોંધ:

કુળદેવતા શ્રી ગંગાજળિયાદાદાનો પાટોત્સવ અને શ્રી નાથદ્વારાની યાદગાર યાત્રામાં જોડાવા માટે તૈયાર રહેજો.

નામ નોંધાવવાની તારીખ અને કેન્દ્રોની વિગત ટૂંક સમયમાં ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવશે. એની માહિતી મેળવવા માટે જોતા રહેજો આપણું કપોળ કમ્યુનિટી ન્યૂઝ પોર્ટલ.

 પાટોત્સવ અને શ્રી નાથદ્વારા યાત્રા

સંઘવી સમાજના ટ્રસ્ટીઓ દ્વારા આ મંગળ પ્રસંગે સહભાગી થવા અને દાદાના આશીર્વાદ લેવા માટે તમામ સ્નેહીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

શ્રી ગંગાજળિયાદાદા પાટોત્સવ અને શ્રી નાથદ્વારા યાત્રાદૈનિક કાર્યક્રમ
શનિવાર, તા. ૧૨૧૨૨૬
રવિવાર, તા. ૧૩૧૨૨૬
સોમવાર તા. ૧૪-૧૨-૨૦૨૬
મંગળવાર, તા. ૧૫૧૨૨૬
બુધવાર, તા. ૧૬૧૨૨૬
ગુરૂવાર, તા. ૧૭૧૨૨૬
નિમંત્રક આયોજક ટ્રસ્ટ:

શ્રી તુષારભાઈ સંઘવી (પ્રમુખ)

શ્રી પંકજભાઈ સંઘવી (સેક્રેટરી)

જય ગંગાજળિયાદાદાજય શ્રીનાથજી!

Disclaimer:કપોળ  કમ્યુનિટી ન્યૂઝ પોર્ટલ માત્ર સામાજિક માહિતીના પ્રસારનું માધ્યમ છે. આ યાત્રા અંગેની તમામ વિગતો અને આયોજન સંઘવી સમાજ (ટ્રસ્ટ) દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે.યાત્રાની વ્યવસ્થા, ડિપોઝીટ રિફંડ કે વહીવટી બાબતોમાં પોર્ટલની કોઈ જવાબદારી રહેશે નહીં,વાચકોએ નોંધણી કે વ્યવહાર કરતા પહેલા સંઘવી સમાજના સત્તાવાર હોદ્દેદારો પાસેથી વિગતોની ચકાસણી કરી લેવી.

Exit mobile version