Home CommunityGangajaliya dadaShree Gangajaliyadada Patotsav: સંઘવી સમાજ માટે સુવર્ણ અવસર! અમૂલ્ય જાત્રા, વિનામૂલ્યે!!
Shree Gangajaliyadada Patotsav A golden opportunity for the Sanghvi community! A priceless pilgrimage, free of charge!!

Shree Gangajaliyadada Patotsav: સંઘવી સમાજ માટે સુવર્ણ અવસર! અમૂલ્ય જાત્રા, વિનામૂલ્યે!!

Shree Gangajaliyadada Patotsav: શ્રી ગંગાજળિયાદાદાની પ્રેરણાથી પાટોત્સવ અને શ્રી નાથદ્વારાની જાત્રા પાટોત્સવની સાથે શ્રીનાથદ્વારાની જાત્રાનું ‘બોનસ’

by Janvi Soni

 The Kapol Community News Desk | ShreeGangajaliyadada/ Sanghvi samaj

મુંબઈ: સંઘવી કપોળ સમાજમાં અત્યારે એક નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રમુખ શ્રી તુષારભાઈ સંઘવીના કુશળ વડપણ હેઠળ સમાજમાં નિત નવા અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તુષારભાઈના વિઝનરી નેતૃત્વમાં સમાજ એક નવી ઊંચાઈ સર કરી રહ્યો છે. સંઘવી કપોળ સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવાતા કુળદેવતા શ્રી ગંગાજળિયાદાદાના પાટોત્સવની આ વર્ષે અત્યંત ધામધૂમથી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે પાટોત્સવની સાથે સંઘવી પરિવારના સભ્યો માટે શ્રીનાથદ્વારાની જાત્રા પણ ‘બોનસ’ તરીકે જોડવામાં આવી છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહનો માહોલ જગાવી રહી છે.

મુખ્ય આકર્ષણ એ છે કે શ્રી ગંગાજળિયાદાદાની પ્રેરણાથી પાટોત્સવ અને શ્રી નાથદ્વારાની જાત્રા માટે સંઘવી પરિવારના ૨૦૦ (બસો) વ્યક્તિઓને સંપૂર્ણ ફ્રી (વિનામૂલ્યે) લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મહત્વની વિગતો:
  • વહેલો તે પહેલો: આ યાત્રામાં મર્યાદિત ૨૦૦ સભ્યોની જ જગ્યા હોવાથી નામની નોંધણી ‘વહેલો તે પહેલો’ ના ધોરણે કરવામાં આવશે.
  • ડિપોઝીટ: વ્યવસ્થાના ભાગરૂપે દરેક વ્યક્તિએ રૂ. ૧૦૦૦/- ડિપોઝીટ જમા કરાવવાની રહેશે, જે યાત્રા બાદ પરત (Refund) કરવામાં આવશે. આ રકમ ટ્રેન બુકિંગ અને અન્ય સગવડો માટે લેવામાં આવશે.

આગામીઆલા ગ્રાન્ડઆયોજનો: તુષારભાઈ સંઘવીએ સંકલ્પ કર્યો છે કે સમગ્ર વર્ષ દરમિયાન સમાજના ઉત્કર્ષ અને સંગઠન માટે અનેક આલા ગ્રાન્ડ (ભવ્યાતિભવ્ય) કાર્યક્રમો યોજવામાં આવશે. શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે નવા આયામો પ્રસ્થાપિત કરી સંઘવી સમાજને વધુ મજબૂત બનાવવાની તેમની આ નેમ ખરેખર પ્રશંસનીય છે. સમાજના સભ્યોમાં પણ તુષારભાઈના આ નવા અભિગમ અને ‘એક્શન-ઓરિએન્ટેડ’ કાર્યશૈલીને લઈને ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે.

અમૂલ્ય અવસર ચૂકી જતા ! સંઘવી સમાજના ભાઈ-બહેનો માટે ખાસ નોંધ:

કુળદેવતા શ્રી ગંગાજળિયાદાદાનો પાટોત્સવ અને શ્રી નાથદ્વારાની યાદગાર યાત્રામાં જોડાવા માટે તૈયાર રહેજો.

નામ નોંધાવવાની તારીખ અને કેન્દ્રોની વિગત ટૂંક સમયમાં ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવશે. એની માહિતી મેળવવા માટે જોતા રહેજો આપણું કપોળ કમ્યુનિટી ન્યૂઝ પોર્ટલ.

 પાટોત્સવ અને શ્રી નાથદ્વારા યાત્રા
  • શનિવાર, તા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૬ અમદાવાદ તરફ પ્રયાણ
  • રવિવાર, તા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૬ સવારે અમદાવાદ આગમન – x બસ દ્વારા મહુવા તરફ પ્રયાણ
  • માગસર સુદ પાંચમ, સોમવાર તા. ૧૪-૧૨-૨૦૨૬ ના રોજ ભાદ્રોડ મુકામે પુજ્ય દાદાના સ્થાનકે પાટોત્સવ
  • મંગળવાર, ૧૫ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ સવારે શ્રી નાથદ્વારા
  • બુધવાર, ૧૬ ડિસેમ્બર ૨૦૨૬: બપોરે ૨x૨ બસ દ્વારા રાત્રે ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ જવા પ્રયાણ.
  • ગુરૂવાર, ડિસેમ્બર ૨૦૨૬ :મુંબઈ આગમન

સંઘવી સમાજના ટ્રસ્ટીઓ દ્વારા આ મંગળ પ્રસંગે સહભાગી થવા અને દાદાના આશીર્વાદ લેવા માટે તમામ સ્નેહીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

શ્રી ગંગાજળિયાદાદા પાટોત્સવ અને શ્રી નાથદ્વારા યાત્રાદૈનિક કાર્યક્રમ
શનિવાર, તા. ૧૨૧૨૨૬
  • રાત્રે: ટ્રેન દ્વારા અમદાવાદ તરફ પ્રયાણ.
રવિવાર, તા. ૧૩૧૨૨૬
  • સવારે: અમદાવાદ આગમન.
  • ત્યારબાદ x બસ દ્વારા મહુવા તરફ પ્રયાણ.
  • પ્રવાસ દરમિયાન ચા-નાસ્તો.
  • મહુવા આગમન અને રોકાણના સ્થળે ભોજન.
  • સાંજે: દાદાના મંદિરે આરતી.
  • ત્યારબાદ માતાજીની ચોકી અને રાસગરબા.
  • રાત્રે: ભોજન તથા રોકાણ.
સોમવાર તા. ૧૪-૧૨-૨૦૨૬
  • સવારે: ચા-નાસ્તો કરી ભાદ્રોડ મંદિર તરફ પ્રયાણ.
  • સવારે .૦૦ કલાકે: શોભાયાત્રા અને મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ.
  • સવારે ૧૦.૩૦ કલાકે: પાટોત્સવ વિધિ ત્યારબાદ આરતી.
  • બપોરે: મહુવા રોકાણ સ્થળે મહાપ્રસાદ (ભોજન).
  • રાત્રે: ભોજન બાદ ૨x૨ બસ દ્વારા નાથદ્વારા તરફ પ્રયાણ.
મંગળવાર, તા. ૧૫૧૨૨૬
  • સવારે: નાથદ્વારા આગમન અને ચા-નાસ્તો.
  • બપોરે: ભોજન.
  • સાંજે: ચા-કોફી.
  • રાત્રે: ભોજન તથા રોકાણ નાથદ્વારામાં રહેશે.
બુધવાર, તા. ૧૬૧૨૨૬
  • સવારે: ચા-નાસ્તો.
  • બપોરે: ભોજન બાદ બસ દ્વારા અમદાવાદ તરફ પ્રયાણ. રસ્તામાં ચા-કોફી.
  • રાત્રે: ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ જવા પ્રયાણ. (રાત્રિ ભોજન ટ્રેનમાં).
ગુરૂવાર, તા. ૧૭૧૨૨૬
  • સવારે: મુંબઈ આગમન.
નિમંત્રક આયોજક ટ્રસ્ટ:
  • શ્રી ગંગાજળિયાદાદા સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટ (શ્રીજી શરણ હાઉસ, શિપોલી રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૯૨)
  • શ્રી સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટ (નિર્મલ ભુવન, બાપુભાઈ વશી રોડ, વિલેપાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૬)
  • શ્રી સંઘવી કપોળ સમાજ (૬, અતુલ ટાવર, ગ્રાઉન્ડ ફલોર, મથુરાદાસ રોડ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૭)

શ્રી તુષારભાઈ સંઘવી (પ્રમુખ)

શ્રી પંકજભાઈ સંઘવી (સેક્રેટરી)

જય ગંગાજળિયાદાદાજય શ્રીનાથજી!

Disclaimer:કપોળ  કમ્યુનિટી ન્યૂઝ પોર્ટલ માત્ર સામાજિક માહિતીના પ્રસારનું માધ્યમ છે. આ યાત્રા અંગેની તમામ વિગતો અને આયોજન સંઘવી સમાજ (ટ્રસ્ટ) દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે.યાત્રાની વ્યવસ્થા, ડિપોઝીટ રિફંડ કે વહીવટી બાબતોમાં પોર્ટલની કોઈ જવાબદારી રહેશે નહીં,વાચકોએ નોંધણી કે વ્યવહાર કરતા પહેલા સંઘવી સમાજના સત્તાવાર હોદ્દેદારો પાસેથી વિગતોની ચકાસણી કરી લેવી.

Join Our WhatsApp Channel

Related Posts

Leave a Comment