The KAPOL COMMUNITY News Desk / KAPOL Cricket
મુંબઈ, બોરીવલી: કાલે શનિવાર, ૧૮.૦૪.૨૦૨૬ ના રોજ ટર્ફ ગજવવા આપણા યંગ સ્ટાર્સ ઉતરશે મેદાનમાં! KTT 2026 ટૂર્નામેન્ટનું એક્સાઈટિંગ ઓક્શન (Auction) પૂરું થઈ ગયું છે! બધી જ ટીમો હવે એકદમ સેટ છે . તમામ ટીમો અને તેમના સુકાનીઓની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે મુકાબલો ખૂબ જ રસાકસીભર્યો અને રોમાંચક રહેવાનો છે. દરેક ટીમ જીતના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે અને કોણ બાજી મારશે તેના પર સૌની નજર રહેશે!
મેદાન તૈયાર છે, ટીમો અને કેપ્ટનો સજ્જ છે! KTT 2026 ની ટીમો અને તેમના ‘સુપર કૂલ’ કેપ્ટનોના નામ:
૧. ટીમ: રોયલ ચેલેન્જર્સ (RCB) કેપ્ટન: વૈભવ ગોરાડિયા (Vaibhav Goradia)
કરણ વોરા,રાજ દોશી,પ્રિતેશ મહેતા,કેવલ મહેતા,ગૌરવ મહેતા,રુત્વિક મહેતા,વસંત દોશી,કરણ શેઠ,સુરેશ ગોરાડિયા
૨. પિચ પેન્થર્સ (Pitch Panthers) કેપ્ટન: સંકેત ગોરાડિયા (Sanket Goradia)
હ્રિહાન ગોરાડિયા,અંકિત વ્યાસ,કૃતિક ગોરડિયા,જય ચિતલિયા,મિલન ગોરાડિયા,ચિરાગ વોરા,હીત વાલિયા,અક્ષય સંઘવી,રાજન વોરા
૩. ટીમ: પારેખ વોરિયર્સ (Parekh Warriors) કેપ્ટન: સાગર પારેખ (Sagar Parekh)
મનન રાકેશ મહેતા,હૃદય મહેતા,અંકિત મહેતા,મીત મહેતા,ધ્રુવ મહેતા,રાકેશ મહેતા,મનન મહેતા,,સાગર મહેતા,મીત ગોરાડિયા
૪. ટીમ: મહેતા મેવેરિક્સ (Mehta Mavericks) કેપ્ટન: કુણાલ મહેતા (Kunal Mehta)
વિશાલ મહેતા,રાજ મહેતા.,દર્શન મહેતા,હર્ષ વાલિયા,ભવ્ય પટેલ,ધ્રુવ મહેતા,કેવલ મહેતા-2 ,મિથુન પારેખ,જિમિત પારેખ
૫. ટીમ: યુનિટી ચેમ્પિયન્સ (Unity Champions) કેપ્ટન: દીપક વાલિયા(Deepak Valia
માહિર વોરા,હર્ષ દેસાઈ,હિરેન મહેતા,પરીન વોરા,સ્નેહલ મહેતા,પાર્થ મહેતા,પ્રીત દોશી,હિરેન મહેતા-2 ,રોનક મોદી
૬. ટીમ: હેમલ્સ હિટર્સ (Hemal’s Hitters) કેપ્ટન: હેમલ મહેતા (Hemal Mehta)
ધ્રુવ દેસાઈ,ધીર મોદી,રિકી વોરા,વત્સલ મહેતા,પ્રથમ મહેતા,ભાવિન મહેતા,વંશ,રોનક વોરા,દિવ્યેશ મહેતા
હવે જામશે જંગ! મેદાન ગજવવા તૈયાર થઈ જાઓ! કપોળ ક્રિકેટના શોખીનો, શું તમે રેડી છો? આ વખતે ટ્રોફી માટે એવી ટક્કર થવાની છે કે જોવાની મજા પડી જશે!
- તારીખ: 18 એપ્રિલ 2026, શનિવાર
- સમય: સાંજે 4:00 વાગ્યાથી શરૂઆત
- સ્થળ: હેટ્રિક ટર્ફ, એસ્કે રોડ, એકસર વિલેજ, બોરીવલી (વેસ્ટ).
ટૂર્નામેન્ટનું માળખું:કુલ ટીમો: ૬ (છ)
ખેલાડીઓની સંખ્યા: દરેક ટીમમાં ૧૦ ખેલાડીઓ (કુલ ૬૦ ખેલાડીઓ)
મેચની મર્યાદા: પ્રત્યેક મેચ ૭ ઓવરની રહેશે.
ક્વોલિફાઈંગ રાઉન્ડ: શરૂઆતમાં ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાશે. વિજેતા ટીમને ૨ પોઈન્ટ્સ મળશે. દરેક ટીમ પોઈન્ટ ટેબલની ‘ટોપ-૪’ માં સ્થાન મેળવવા માટે મેદાનમાં ઉતરશે.
સેમી-ફાઈનલ: ટોપ-૪ ટીમો વચ્ચે રાત્રે ૯:૩૦ વાગ્યાથી સેમી-ફાઈનલ મુકાબલો થશે.
ગ્રાન્ડ ફાઈનલ: વિજેતા બે ટીમો વચ્ચે રાત્રે ૧૧:૦૦ વાગ્યે આખરી જંગ ખેલાશે અને તે જ રાત્રે ટૂર્નામેન્ટનું પરિણામ જાહેર થશે.
Disclaimer:આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવેલી વિગતો પર આધારિત છે. ટીમોના નામ, ખેલાડીઓની યાદી અથવા સમયપત્રકમાં આખરી ફેરફાર કરવાનો અધિકાર આયોજક સમિતિ (Organizing Committee) પાસે અબાધિત છે. રમતના મેદાન પર ખેલદિલી જાળવી રાખવી અને શિસ્તનું પાલન કરવું દરેક ખેલાડી અને પ્રેક્ષકો માટે અનિવાર્ય છે. કોઈપણ તકનીકી ક્ષતિ અથવા ફેરફાર માટે ન્યૂઝ ડેસ્ક જવાબદાર રહેશે નહીં.
Join Our WhatsApp Channel