Kapol Community

Infertility Treatment:નિઃસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ: પેઢી દર પેઢી ચાલતો આયુર્વેદિક સેવાનો પવિત્ર યજ્ઞ

infertility-treatment-a-ray-of-hope-for-childless-couples-a-sacred-sacrifice-of-ayurvedic-service-passed-down-from-generation-to-generation

 The Kapol Community News Desk // AYURVEDIC

મુંબઈ / બોરીવલી | રાજુલા: ખાસ અહેવાલ

જ્યારે લગ્નજીવનના લાંબા સમય પછી પણ સંતાન સુખ પ્રાપ્ત ન થતું હોય, ત્યારે નિરાશ થવાને બદલે તેના મૂળ કારણો સમજી યોગ્ય માર્ગદર્શન મેળવવું જરૂરી છે. સંતાન સુખ એ દરેક દંપતીના જીવનનું સૌથી મોટું સપનું હોય છે. જ્યારે આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ મર્યાદિત સાબિત થાય, ત્યારે ઘણીવાર આપણી પ્રાચીન ભારતીય આયુર્વેદિક પદ્ધતિ અને વડીલોની ‘કોઠા સૂઝ’ ચમત્કારિક આશીર્વાદ સમાન સાબિત થાય છે. બોરીવલીના કારટર રોડ નં. ૧ થી શરૂ થયેલી એક એવી જ નિઃસ્વાર્થ સેવાયાત્રા આજે અનેક પરિવારોમાં પારણા બંધાવવાનું નિમિત્ત બની રહી છે.

પાયાના પથ્થર: સ્વ. ઈચ્છાબેન મોહનલાલ પારેખ

આ પવિત્ર સેવાની શરૂઆત સ્વ. ઈચ્છાબેન પારેખ દ્વારા કરવામાં આવી હતી. તેમનું આયુર્વેદિક જ્ઞાન એટલું સચોટ અને ગહન હતું કે અનેક નિઃસંતાન બહેનોને તેમના માર્ગદર્શન હેઠળ સંતાન સુખ પ્રાપ્ત થયું છે. તેમની સેવાની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ હંમેશા નિઃસ્વાર્થ ભાવે અને ફ્રી (મફત) સેવા આપવામાં જ માનતા હતા.

વારસાનું વહન: પેઢી દર પેઢી વહેતું જ્ઞાન

સમયની સાથે આ જ્ઞાનનો પ્રવાહ અટક્યો નથી, પરંતુ પેઢી દર પેઢી વધુ વેગવંતો બન્યો છે:

નવી પેઢી અને આધુનિક પ્રવાહ

આ ગૌરવશાળી વારસો હવે કૌશિક મનહરલાલ સંઘવી અને તેમના પુત્ર હિતાર્થ કૌશિકભાઈ સંઘવી સુધી પહોંચ્યો છે. આ પરિવાર માટે આયુર્વેદ એ માત્ર વ્યવસાય નથી, પરંતુ વડીલોના આશીર્વાદ અને માનવતાની સેવા છે.

Infertility Treatment A ray of hope for childless couples A sacred sacrifice of Ayurvedic service passed down from generation to generation

જ્ઞાનના પવિત્ર સ્ત્રોત (Source of Wisdom)

આ સેવા કોઈ અંધશ્રદ્ધા પર નહીં, પરંતુ વર્ષોના અનુભવ અને પ્રાચીન ગ્રંથોના અભ્યાસ પર આધારિત છે. જેમાં આર્યભીષક, રસ તંત્ર સાર, ભાવપ્રકાશ, અમૃત સાગર, શાંગ્ધરસંહિતા અને માધવનિદાન જેવા શાસ્ત્રોનો નીચોડ છે.

સેવાનો લાભ લેવા માટે સંપર્ક સૂત્ર:

જો આપ અથવા આપના સર્કલમાં કોઈ દંપતી આ સુખથી વંચિત હોય, તો નીચે મુજબના અનુભવી સભ્યોનો સંપર્ક કરી શકાય છે:

કૌશિક મનહરલાલ સંઘવી: RAJULA 98242 55357

સંઘવી ચોક રાજુલા સીટી

હિતાર્થ કૌશિકભાઈ સંઘવી: RAJULA 94276 42466

સંઘવી ચોક રાજુલા સીટી

શ્રુતિ દીપેશભાઈ પારેખ: KANDIVALI : 87674 52141 //

Dipesh parekh A/702, Neelyog Apartment, Opp.Patel nagar, MG Crossroad no. 4,Kandivali west

જ્ઞાનના સ્ત્રોત: હિન્દુસ્તાનનો વૈદરાજ (આર્યભીષક),રસ તંત્ર સાર સિદ્ધપ્રયોગ સંગ્રહ ભાગ 1, 2,ભાવપ્રકાશ,અમૃત સાગર,આયુર્વેદ મુકતાવલી,આરોગ્ય અંક,આયુર્વેદિક ઝડીબુટી રહસ્ય (ભાગ 1, 2, 3)

માધવનિદાન, શાંગ્ધરસંહિતા, આયુર્વેદ સિદ્ધાંત રહસ્ય, ઘરવૈદું,હરિતસંહિતા, ભેષજસંહિતા, આયુવેદ મુક્તાવાળી

પવિત્ર સેવાના નિમિત્ત છીએ, બાકી બધી કૃપા ભગવાન ધન્વંતરીની છે. સમાજનો અતુટ વિશ્વાસ  વડીલોના આશીર્વાદનું ફળ છે.”

નોંધ: આ અહેવાલમાં દર્શાવવામાં આવેલી આયુર્વેદિક ચિકિત્સા અને દેશી દવાઓની માહિતી પરિવારના વર્ષોના અનુભવ અને પ્રાચીન ગ્રંથો પર આધારિત છે. કપોળ કમ્યુનિટી ન્યૂઝ’ (Kapol Community News) માત્ર માહિતીના પ્રસારણનું માધ્યમ છે અને કોઈ પણ પ્રકારના તબીબી પરિણામોનો દાવો કરતું નથી. કોઈપણ ઉપચાર શરૂ કરતા પહેલા અનુભવી સભ્યો સાથે પરામર્શ કરવો અને વ્યક્તિગત સ્વાસ્થ્યની સ્થિતિ મુજબ નિર્ણય લેવો હિતાવહ છે. આ સેવા સંપૂર્ણપણે શ્રદ્ધા અને આયુર્વેદિક જ્ઞાન પર આધારિત છે.

Exit mobile version