મુંબઈ, બોરીવલી: આજે , ૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર હેટ્રિક ટર્ફ પર માત્ર ક્રિકેટ નથી, હું કપોળ છું …, I AM KAPOL આ જ ઈમોશન આજે ટર્ફ પર પણ દેખાશે! કાંદીવલી અને બોરીવલીમાં તો એટલા બધા કપોળ છે કે જો થોડા પણ મેદાન પર આવે , તો આખું ગ્રાઉન્ડ ‘મિની વાનખેડે’ માં કન્વર્ટ થઈ જાય! આપણા ધુરંધરો મેદાનમાં ઉતરી ચૂક્યા છે, હવે વારો આપણો છે. દેખાડો તમારો જોમ ને જુસ્સો અને પ્રોત્સાહિત કરો આપણા વોરિયર્સને! આજે રાત્રે આનાથી બેસ્ટ ‘Saturday Night Outing’ બીજી કોઈ હોઈ શકે જ નહીં. મમ્મી-પપ્પા, કાકા-કાકી, ભાઈ-બહેન, દાદા-દાદી, ફઈ-ફુવા અને મામા-મામી… આખું કપોળ ફેમિલી પહોંચી જજો! સાથે ભોપું, સીટી અને બ્યૂગલ લાવવાનું ભૂલતા નહીં! કમર કસી લો અને ગળા ફાડીને તમારી ફેવરિટ ટીમને ચીયર્સ કરવા તૈયાર થઈ જાઓ!
KTT 2026 આ ટૂર્નામેન્ટની સૌથી મોટી હાઈલાઈટ એ છે કે આ કોઈ લાંબી ચાલતી ટૂર્નામેન્ટ નથી, પણ ‘સ્ટાર્ટ ટુ ફિનિશ’ અસલી વન-ડે સુપર એક્શન એક્શન છે!
આજનું હાઈ-વોલ્ટેજ શેડ્યૂલ:
- ફાસ્ટ ટ્રેક ગેમ: સાંજે ૪:૦૦ વાગ્યે પહેલો બોલ ફેંકાશે અને રાત્રે ૧૧:૦૦ વાગ્યે તો આપણને આપણા ‘ચેમ્પિયન્સ’ મળી જશે!
- બેક-ટુ-બેક એક્શન: કોઈ બ્રેક નહીં! ક્વોલિફાઈંગ રાઉન્ડ પૂરો થતાની સાથે જ સેમી-ફાઈનલની જંગ શરૂ થશે.
- હાર્ટ-બીટ ફાઈનલ: બરાબર રાત્રે ૧૧:૦૦ વાગ્યે હેટ્રિક ટર્ફ પર ગ્રાન્ડ ફાઈનલ ખેલાશે.
- વન નાઈટ ગ્લોરી: જે ટીમ આજે જી જાન થી રમશે, એ જ આજે રાત્રે ટ્રોફી સાથે ઘરે જશે!
📋 આજની ટક્કર – ટીમો અને સુકાનીઓ:
🦁 રોયલ ચેલેન્જર્સ (RCB) – કેપ્ટન: વૈભવ ગોરાડિયા
🐾 પિચ પેન્થર્સ – કેપ્ટન: સંકેત ગોરાડિયા
⚔️ પારેખ વોરિયર્સ – કેપ્ટન: સાગર પારેખ
⚡ મહેતા મેવેરિક્સ – કેપ્ટન: કુણાલ મહેતા
🤝 યુનિટી ચેમ્પિયન્સ – કેપ્ટન: દીપક વાલિયા
🏏 હેમલ્સ હિટર્સ – કેપ્ટન: હેમલ મહેતા
📍 પહોંચી જજો:
- તારીખ: ૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર (આજે)
- સ્થળ: હેટ્રિક ટર્ફ, એસ્કે રોડ, એકસર વિલેજ, બોરીવલી (વેસ્ટ).
- સમય: આજે સાંજે ૪:૦૦ વાગ્યાથી રાત સુધી!
Disclaimer:આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવેલી વિગતો પર આધારિત છે. ટીમોના નામ, ખેલાડીઓની યાદી અથવા સમયપત્રકમાં આખરી ફેરફાર કરવાનો અધિકાર આયોજક સમિતિ (Organizing Committee) પાસે અબાધિત છે. રમતના મેદાન પર ખેલદિલી જાળવી રાખવી અને શિસ્તનું પાલન કરવું દરેક ખેલાડી અને પ્રેક્ષકો માટે અનિવાર્ય છે. કોઈપણ તકનીકી ક્ષતિ અથવા ફેરફાર માટે ન્યૂઝ ડેસ્ક જવાબદાર રહેશે નહીં
Join Our WhatsApp Channel